વરરાજાની કાર સામે નાચવાનું ભારે પડ્યું જાનૈયાઓને, ગયો જીવ

જમશેદપુરના આ એક્સિડન્ટમાં એક નાનકડા બાળકનું કરપીણ મોત થયું છે

વરરાજાની કાર સામે નાચવાનું ભારે પડ્યું જાનૈયાઓને, ગયો જીવ

જમશેદપુર : ઝારખંડના જમશેદપુરમાં એક દર્દનાક દુર્ઘટના બની છે. અહીં એક જાનમાં કાર ચલાવી રહેલા ડ્રાઇવરને વાઈનો હુમલો આવી જતા અકસ્માતે કાર આગળ ડાન્સ કરી રહેલા જાનૈયાઓ પર ચડી ગઈ હતી. આ દુર્ઘટનામાં આઠ જાનૈયાઓ ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત થઈ ગયું હતું. આ અકસ્માત સર્જનાર ઓડી ગાડીમાં બહેન સાથે વરરાજા બેઠા હતા. 

ડ્રાઇવરને વાઈનો હુમલો આવી જતા સર્જાયેલા અકસ્માતને કારણે લગ્નનું વાતાવરણ કરૂણ પ્રસંગમાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં જે  બાળકનું મૃત્યુ થયું છે એ વરરાજાનો કાકાનો દીકરો છે. આ સમગ્ર મામલો જમશેદપુરના કદમા થાના ક્ષેત્રનો છે.

આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઇવર હાલમાં પોલીસ કસ્ટડીમાં છે તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news