નિત્યાનંદ આશ્રમ કેસઃ DPS સ્કૂલના સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીર વાયરલ

સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયેલી તસવીરની ઉપર લખ્યું છે કે, પરમશિવોહમ કાર્યક્રમના અંતિમ દિવસે મા નિત્યાનંદા પરમશિવમ અને મા નિત્યા ભક્તપ્રિયાનંદા સાથે એન્જોય કરી રહ્યા છીએ. તસવીરમાં ડીપીએસના સંચાલિકા મંજુલા શ્રોફ નિત્યાનંદ આશ્રમની બે સાધ્વીઓની વચ્ચે ઊભા છે અને તસવીર પડાવી રહ્યા છે.

Trending Photos

નિત્યાનંદ આશ્રમ કેસઃ DPS સ્કૂલના સંચાલિકા મંજૂલા શ્રોફની સાધ્વીઓ સાથેની તસવીર વાયરલ

મૌલિક ધામેચા/ અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ કેસમાં (Nityanand Ashram case) દરરોજ નવા ખુલાસા થતા રહે છે. રવિવારે DPS સ્કૂલના સંચાલિકા (DPS School Administrator) મંજૂલા શ્રોફની (Manjula Shroff) બે તસવીર સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ (Viral) થઈ છે. આ ઉપરાંત અમદાવદાના કલેક્ટરે ખુલાસો કર્યો છે કે, DPS સ્કૂલ જે જમીન પર બાંધવામાં આવી છે તે જગ્યાના ખોટા સર્વે નંબર સ્કૂલ દ્વારા કલેક્ટર કચેરીમાં જમા કરાવાયા હતા. 

સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થયેલી તસવીરની ઉપર લખ્યું છે કે, પરમશિવોહમ કાર્યક્રમના અંતિમ દિવસે મા નિત્યાનંદા પરમશિવમ અને મા નિત્યા ભક્તપ્રિયાનંદા સાથે એન્જોય કરી રહ્યા છીએ. તસવીરમાં ડીપીએસના સંચાલિકા મંજુલા શ્રોફ નિત્યાનંદ આશ્રમની બે સાધ્વીઓની વચ્ચે ઊભા છે અને તસવીર પડાવી રહ્યા છે. આ બંને સાધ્વીઓ સાથે મંજુલા શ્રોફની એક અન્ય તસવીર પણ વાયરલ થઈ છે. 

રવિવારે સવારે હીરાપુર ખાતે ચાલી રહેલા ડીપીએસ - નિત્યાનંદ આશ્રમ વિવાદમાં વધુ એક ખુલાસો થયો છે. DPS સ્કુલ દ્વારા કલેક્ટર કચેરીમાં વર્ષ ૨૦૧૦માં સ્કુલનાં નિર્માણ સમયે ખોટા સર્વે નંબરો રજુ કરવામાં આવ્યા હતા. ડીપીએસ સ્કુલ દ્વારા આશરે ૮૦ હજાર વાર જગ્યા પર બાંધકામ કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ આ અંગે જણાવ્યું કે, "સર્વે નંબરોની તપાસ કરવામાં આવી રહી છે અને એડી. કલેકટરની સાથે પ્રાંત અધિકારી જમીનની માપણીની કામગીરી કરી રહ્યા છે. હાલ તંત્ર સીબીએસસી બોર્ડની કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે "

ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમ મામલા બાદ ડીપીએસનો બોગસ NOC મામલો પણ આ અગાઉ સામે આવ્યો હતો. DPS સ્કૂલને રાજ્ય સરકારે એનઓસી આપી નથી, પરંતુ DPS સ્કૂલના સંચાલકોએ બોગસ એનઓસી બનાવીને સીબીએસસી બોર્ડની માન્યતા મેળવી લીધી હતી. શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે CBSEને ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ સોંપ્યો હતો. શિક્ષણ વિભાગની આ તપાસમાં ખુલાસો થયો હતો કે, 2010માં શાળાને NOC ન મળી હોવા છતાં શાળાએ નકલી NOC બનાવી હતી. આ ઉપરાંત દિલ્હી પબ્લિક સ્કૂલની જમીનમાં આશ્રમ પણ ગેરકાયદે હોવાનો ધડાકો થયો હતો.

મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો

નિત્યાનંદના(Nityanand) ગુજરાતના હીરાપુરમાં આવેલા આશ્રમમાંથી કથીત રીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવા અંગે ગુરુવારે સ્પેશિયલ ઈવેસ્ટિગેશન ટીમે(Special Investigation Team- SIT) સર્ચ ઓપરેશન(Search Operation) હાથ ધર્યું હતું. જેમાં સીટની(SIT) ટીમે આશ્રમમાંથી 43 ટેબલેટ, 14 લેપટોપ, 4 મોબાઈલ અને પેન ડ્રાઈવ સહિતની ડિજિટલ સામગ્રી જપ્ત કરી છે. સર્ચ ઓપરેશનમાં જાણવા મળ્યું કે, નિત્યાનંદના પાસપોર્ટની(Nityanand Passport) મુદત પણ પુરી થઈ ગઈ છે. 

પ્રોક્સી સર્વરનો ઉપયોગ
DySP કામરિયાએ વધુમાં જણાવ્યું કે, "ગુમ થયેલી યુવતીઓ તત્વપ્રિયા અને નિત્યાનંદિતા હાલ કયા લોકેશન પર છે તે જાણવા માટે અમે સાયબર સેલની મદદ લઈ રહ્યા છીએ. બંને યુવતીઓ સોશિયલ મીડિયા થકી સંપર્ક સાધવા દરમિયાન કોઈ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે તેમનું IP એડ્રેસ ટ્રેસ થતું નથી."

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news