નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં (SCA) નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જયદેવ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. આ સિવાય ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની વરણી થઈ છે.

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

રાજકોટઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં (SCA) નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. જયદેવ શાહની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે જયદેવ શાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહના પુત્ર છે. આ સિવાય ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની વરણી થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ચૂંટણી અધિકારી વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તેની સામે કોઈપણ ઉમેદવાર ઉભા રહેલ ન હોવાથી ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

શ્યામ રાયચુરા બન્યા ટ્રેઝરર
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાના માર્ગદર્શનમાં યોજાયેલી આ ચૂંટણીમાં અન્ય કોઈ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખપદે પૂર્વ ક્રિકેટર જયદેવ શાહ, ઉપપ્રમુખ પદે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ અને ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરા તેમજ કાઉન્સીલના સભ્યો તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચન્ના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહ ચૂંટાઈ આવ્યા છે.

પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ

કોણ છે જયદેવ શાહ
4 મે 1983મા જન્મેલા જયદેવ શાહ પૂર્વ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈના સેક્રેટરી નિરંજન શાહનો પુત્ર છે. જયદેવે 2002/03મા પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. તે 16 વર્ષ સૌરાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમ્યો હતો.  જયદેવ શાહે પોતાના કરિયર કુલ 120 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેણે 110 મેચમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. જે પણ એક રેકોર્ડ છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના આ બેટ્સમેનને ક્યારેય ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહતું. આઈપીએલની બીજી સિઝનમાં તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી પર્દાપણ કર્યું હતું, પરંતુ તેજ તેના આઈપીએલ કરિયરની અંતિમ મેચ બની ગઈ હતી. ત્યારબાદ તેને બીજી ટીમમાં તક મળી પરંતુ તે અંતિમ ઈલેવનમાં ક્યારે જગ્યા બનાવી નહતો.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news