4 વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યા ડુંગળીના ભાવ, દિલ્હીમાં 50 રૂપિયા પ્રતિ કિલો થઇ કસ્તુરી

Onion Price : એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે. જેના કારણે બજારની આવક પણ ઘટી રહી છે. 

4 વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચ્યા ડુંગળીના ભાવ, દિલ્હીમાં 50 રૂપિયા પ્રતિ કિલો થઇ કસ્તુરી

નવી દિલ્હી: ડુંગળીની કિંમતોએ (Onion Price) સામાન્ય માણસોને રોવડાનું શરૂ કરી દીધું છે. દેશની રાજધાની દિલ્હીમાં આવેલા આજાદપુર બજારમાં ડુંગળીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયો છે. જે 2015 બાદ સોથી ઉંચા સ્તર પર છે. જ્યારે એશિયાની સૌથી મોટું ડુંગળીનું માર્કેટ મહારાષ્ટ્ર  (Maharashtra)ના લાસલગાવ (Lasalgaon)માં પણ ડુંગળી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાણ થઇ રહ્યું છે. વેપારીઓએ જણાવ્યું કે દેશમાં ડુંગળીનો સ્ટોક ઓછો થઇ રહ્યો છે. જેના કારણે બજારની આવક પણ ઘટી રહી છે. ખર્ચની સરખામણીએ આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. આજાદપુર બજારમાં કારોબારી અને ઓનિયન મર્ચેન્ટ એશોસિએશનના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર શર્માએ કહ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટી માત્રામાં નુકશાન થયું છે. અને નવા ડુંગળીના પાક માટે રાહ જોવી પડશે. શર્માએ જણાવ્યું કે આ પહેલા ડુંગળીના ભાવ 2015માં 50 રૂપિયે કિલો પર પહોંચ્યા હતા. 

ડુંગળીના ભઆવને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ગત અઠવાડિયે તેમના ન્યુનતમ નિર્યાત મૂલ્ય એટલે કે એમઆઇપી 850 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે જેથી નિર્યાત પર રોક લાગવાથી દેશના બજારોમાં ડુંગળીની સપ્લાય ચાલુ રહી શકે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલેકે ડીજીએફટીના 12 સપ્ટેમ્બર દ્વારા બહાર પડાવામાં આવેલા અધિસુચન અનુસાર ડુગલીના ન્યૂનતમ નિકાસ ભાવની કિંમત 850 ડોલર પ્રતિ ટનથી ઓછા ભાવ પર નિયાતની અનુમતી પણ આપાવમાં આવી છે.

નાસિકના એક ડુંગળીના વેપારીએ કહ્યું કે ઉચા ભાવે પર નિયાત પર અત્યારે કોઇ શક્યાતાઓ નથી, જ્યારે ઘરેલુ માર્કેટમાં પણ ભાવ ઘણાં ઉચા થયા છે. માટે નિયાત પર માર્જી નહી મળે.

આ પહેલા જૂનમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તે જ સમયે સરાકારે સરકારે તેના પર બ્રેક લગાવાના આશય થી મર્ચેન્ડાઇઝ એક્સપર્ટ ફ્રામ ઇન્ડિયા સ્કીમ એટલેકે એમઇઆઇએસ અંચર્ગત ડુંગળી પર લગાવામાં આવેલા 10 ટકા ટેક્ષ પરત ખેચ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news