નવરાત્રીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં આ વખતે રીયલ પેઇન્ટીંગ ચણીયા ચોલીનો ક્રેઝ

નવરાત્રી શરૂ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બજારમાં અત્યારથી જ રોનક જોવા મળી રહી છે. કોઈક પાર્લરમાં પોતાની અપોઈન્મેન્ટ બુક કરાવી રહ્યુ છે. તો કોઈ નવરાત્રીના નવ દિવસમા ક્યાં પ્રકારના રંગ બે રંગી ટ્રેડિશ્નલ ચણીયા ચોલી પહેરશે તેના બુકીંગ કરાવી રહ્યુ છે. ત્યારે આ વર્ષે નવરાત્રીને અનુલક્ષી માર્કેટમા ચણીયા ચોલીમા અનેક પ્રકારની નવી ડિઝાઈન આવી છે. 

નવરાત્રીની તૈયારીઓ શરૂ, રાજકોટમાં આ વખતે રીયલ પેઇન્ટીંગ ચણીયા ચોલીનો ક્રેઝ

સત્યમ હંસોરા/રાજકોટ: નવરાત્રી શરૂ થવાના આડે બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બજારમાં અત્યારથી જ રોનક જોવા મળી રહી છે. કોઈક પાર્લરમાં પોતાની અપોઈન્મેન્ટ બુક કરાવી રહ્યુ છે. તો કોઈ નવરાત્રીના નવ દિવસમા ક્યાં પ્રકારના રંગ બે રંગી ટ્રેડિશ્નલ ચણીયા ચોલી પહેરશે તેના બુકીંગ કરાવી રહ્યુ છે. ત્યારે આ વર્ષે નવરાત્રીને અનુલક્ષી માર્કેટમા ચણીયા ચોલીમા અનેક પ્રકારની નવી ડિઝાઈન આવી છે. 

રાજકોટની બજારમાં હવે લેટેસ્ટ ડીઝાઈન વાળા ચણીયાચોરી ભાડેથી મળી રહ્યા છે. અત્યાર સુધી આપે દાંડીયા રાસ માટે ઉપયોગમા લેવામા આવતી ચણીયા ચોલીમા ડાયમંડ વર્ક, મીરર વર્ક અને ટીકા વર્ક જોયુ હશે. પરંતુ જો આપને કોઈ એમ કહે કે, ચણીયા ચોલીમાં રીયલ પેઈન્ટીંગનો ક્રેઝ આ વર્ષે ધુમ મચાવી રહ્યો છે. તો આ વાત જાણીને આપને આશ્ચર્ય થશે. રાજકોટમાં મહિલાઓ ચણીયા ચોલી માટેના કાપડ પર જુદી જુદી પેઈન્ટીંગ કરી રહી છે. જે પેઈન્ટીંગમા ગજરાજ પેઈન્ટીંગ, મયુર રાજ પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ, દાંડીયા રાસ પેઈન્ટીંગ,કલશ પેઈન્ટીંગ અને સ્વસ્તીક પેઈન્ટીંગ જેવી 50 જાતના રીયલ પેઈન્ટીંગ કરવામા આવી રહ્યા છે.

પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ

ડાયમંડ, ટીકા અને મીરર વર્ક પર આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 7 દિવસનો સમય લાગતો હોઈ છે. જેને બનાવવા પાછળનો ખર્ચ રૂપિયા 1000થી 8000 સુધીનો થતો હોઈ છે. તો સાથે જ તેનું ભાડુ રૂપિયા 200થી લઈ 500 સુધીનું થતુ હોઈ છે. જ્યારે કે રીયલ પેઈન્ટીંગ આધારીત ચણીયા ચોલી બનાવવા પાછળ 8 દિવસનો સમય લાગે છે. જેમા બુટા વર્ક, કચ્છી વર્ક, મીરર વર્ક અને મોતી વર્ક કરવામા આવે છે. તો સાથે જ આ પ્રકારના ચણીયા ચોલીનુ ભા઼ડુ એક દિવસનુ રૂપિયા 700 થી 1000નું થતુ હોઈ છે. ત્યારે આ વર્ષે યુવાધન પણ આ રીયલ પેઈન્ટીંગ વાળા ચણીયા ચોલીથી પ્રભાવિત થઈ રહ્યા છે.

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

આ વર્ષે યુવાઘનને આકર્ષી રહ્યો છે પેઈન્ટીંગ કરેલ ચણીયા ચોલીનો ક્રેઝ જેમાં ગજરાજ પેઈન્ટીંગ, મયુર રાજ પેઈન્ટીંગ, ગરબા પેઈન્ટીંગ,  દાંડીયા રાસ પેઈન્ટીંગ,કલશ પેઈન્ટીંગ, સ્વસ્તીક પેઈન્ટીંગ 50 થી વધુ પેઈન્ટીંગની ડિઝાઈને મચાવી છે. ઘુમ દર વર્ષે નવરાત્રીમા ચણીયા ચોલીમા, ઓરનામેન્ટસ તેમજ ટેટુમા અવનવી ડિઝાઈન આવતી હોઈ છે. ત્યારે આ વર્ષે આવેલ રીલ પેઈન્ટીંગ વાડા ચણીયા ચોલી યુવહૈયાઓમા ભારે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યુ છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news