હવે કોરોનાના દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં નહિ રહેવુ પડે, નવી ડિસ્ચાર્જ આવી ગઈ...

જેમ જેમ કોરોનાના કેસમા વધારો થઈ રહ્યો છે, તે મુજબ કોરોના વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાં છે. ત્યારે દર્દીઓને ડિસ્ચાર્જ આપવાની પોલિસીમાં ચેન્જ કરવામાં આવ્યો છે તેવી જાહેરાત આજે સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય સ્તરે જ દર્દીના ડિસ્ચાર્જની પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જયંતી રવિએ જણાવ્યું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહિ થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહિ રહેવું પડે.
હવે કોરોનાના દર્દીઓને લાંબો સમય હોસ્પિટલમાં નહિ રહેવુ પડે, નવી ડિસ્ચાર્જ આવી ગઈ...

ઝી મીડિયા/બ્યૂરો :જેમ જેમ કોરોનાના કેસમા વધારો થઈ રહ્યો છે, તે મુજબ કોરોના વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાં છે. ત્યારે દર્દીઓને ડિસ્ચાર્જ આપવાની પોલિસીમાં ચેન્જ કરવામાં આવ્યો છે તેવી જાહેરાત આજે સાંજે આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા કરવામાં આવી છે. જોકે, રાષ્ટ્રીય સ્તરે જ દર્દીના ડિસ્ચાર્જની પોલિસીમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. જયંતી રવિએ જણાવ્યું કે, આ નવી પદ્ધતિથી દર્દીઓ ઝડપથી ઘેર જઈ શકશે. બિનજરૂરી વિલંબ નહિ થાય. RT-PCR ટેસ્ટ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વધારે વાપરી શકાશે અને કોરોનાના દર્દીઓને વધારે સમય હોસ્પિટલમાં પણ નહિ રહેવું પડે.

ગુજરાત સરકારે વિજ બિલ ભરવાની મુદતમાં કર્યો વધારો

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારત સરકાર દ્વારા કોવિડ-19 નાં પેશન્ટને ડિસ્ચાર્જ કરવા માટેના નિયત પ્રોટોકોલની નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું કે, કોવિડ 19 પોઝિટિવ દર્દીએ હવે હોસ્પિટલમાં વધુ દિવસો સુધી રહેવુ નહિ પડે. માત્ર એચઆઇવી પોઝિટિવ દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલી હોય તેવા દર્દી કે કેન્સર જેવા ગંભીર બીમારી ધરાવતા હોય તેવા કોરોના સંક્રમિત દર્દીઓને જ RT-PCR ટેસ્ટ કરીને રજા આપવા કહેવાયું છે. નવી ગાઇડલાઇનથી દર્દીઓને વારંવાર કરવા પડતા RTPCR ટેસ્ટમાંથી મુક્તિ મળશે.

જલ્દી જ કામે પરત ફરશે વિજય નહેરા, કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ 

ડો. રવિએ રાજ્યમાં નવા પોઝિટિવ કેસ અંગે કહ્યું કે, આજે રાજ્યમાં નવા 394 પોઝિટિવ કેસ આવ્યા છે. તેની સાથે જ સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘરે જતા દર્દીઓની સંખ્યાનો આંક 219 એ પહોંચ્યો છે. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા 15 દિવસમાં દર્દીના ડિસ્ચાર્જ રેટમાં 457 ટકાનો વધારો થયો છે, જે ખૂબ જ હકારાત્મક અને પરિણામલક્ષી બાબત છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,09,650 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 7797 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 5210 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. જ્યારે કે 24 દર્દીઓ ક્રિટિકલ સ્ટેજ પર છે. અત્યાર સુધી કુલ 2091 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news