ગુજરાતે કોરોનાના નવા કેસ અને દર્દીઓના રિકવર રેશિયોમાં રેકોર્ડ બ્રેક કર્યો, કુલ કેસ 8000ને પાર
લોકડાઉનના 47મા દિવસે આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :લોકડાઉનના 47મા દિવસે આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાતીઓ માટે પોઝિટિવ સમાચાર આપ્યા છે. કોરોનાને કારણે અત્યાર સુધી રાજ્યમાં ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં દર્દીઓના રિકવર થવાનો રેશિયો વધ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો કુલો 8195 આંકડો પાર થઈ ગયો છે. 398 નવા કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતે એક સાથે નવા કેસ અને રિકવર થવાનો રેશિયો પણ બ્રેક કર્યો છે. આ અંગે જયંતી રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં ગુજરાતના નવા 398 કેસ નોંધાયા છે. તો સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2545 લોકો સાજા થયા, આજે રાજ્યમાં કુલ 454 લોકો રિકવર થયા છે. ગુજરાતમાં સાજા થવાનો રેશિયો 32.64 ટકા છે. છેલ્લાં 24 કલાકમા 21 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ અત્યાર સુધી ગુજરાતમાં કુલ મોત 493 થયા છે.
અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત
- રાજ્યમાં કુલ કેસ : 8195
- રાજ્યમાં કુલ મોત : 493
- રાજ્યમાં કુલ સ્વસ્થ : 2545
- આજના દિવસે કુલ સ્વસ્થ - 454
રિકવર રેશિયોની ટકાવારી અન્ય રાજ્યો કરતા વધુ
10 દિવસ પહેલા દર્દીઓના ડિસ્ચાર્જનો રેશિયો 1 મેના રોજ 15.58 ટકા હતો, જે નવા દિવસમાં વધીને 32.64 ટકા થઈ ગયો છે. આમ ડિસ્ચાર્જ રેટ બમણાથી પણ વધી ગયો છે. બીજા રાજ્ય કરતા આપણો રિકવર રેશિયો વધુ છે. જેમ કે, હાલમાં પંજાબમાં 9 ટકા, વેસ્ટ બંગાળમાં 21 ટકા, તમિલનાડુમાં 28, ઓરિસ્સા 21 ટકા, મહારાષ્ટ્રમાં 19 ટકા, ચંદીગઢમાં 14 ટકા અને દિલ્હી 30.9 ટકા છે. જે બહુ જ મોટી પોઝિટિવ વાત છે.
ગુજરાતમાં જિલ્લા વાઈસ કેસ પર એક નજર
ગુજરાતમાં સૌથી વધુ કેસમાં અમદાવાદ નંબર વન પર છે. અમદાવાદમાં 5818, વડોદરામાં 518, સુરતમાં 895, રાજકોટમાં 66, ભાવનગરમાં 94, આણંદમાં 78, ગાંધીનગરમાં 129, પાટણમાં 27, ભરૂચમાં 28, નર્મદામાં 12, બનાસકાંઠામાં 81, પંચમહાલમાં 61, છોટાઉદેપુરમાં 14, અરવલ્લીમાં 73 મહેસાણામાં 50, કચ્છમાં 8, બોટાદમાં 56, ગીર-સોમનાથમાં 12, દાહોદમાં 20, ખેડામાં 29, મહીસાગરમાં 44 અને જામનગરમાં 26 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કુલ કેસ 8195 થયા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો ભયજનક રીતે આગળ વધી રહ્યો છે, જે જોતા ગુજરાત થોડા જ દિવસોમાં મહારાષ્ટ્રને હટાવીને નંબર વનનું સ્થાન લઈ લે તો નવાઈ નહિ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી જ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી નવી ડિસ્ચાર્જ પોલિસી લાગુ કરાઈ હતી. જે અંતર્ગત આજે અનેક દર્દીઓને સાજા થઈને ઘરે પરત મોકલાયા હતા. આજે અમદાવાદથી 100, વડોદરામાં 41 તો સુરત અને નાના શહેરોમાં પણ વધુ લોકો ડિસ્ચાર્જ થયા છે. તમામ દર્દીઓને નવી માર્ગદર્શિકા અંતર્ગત ડિસ્ચાર્જ કરાયા છે. આમ, ગુજરાતમાં રિકવર રેટ વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે