અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે

Ahmedabad New Bridge : અમદાવાદમાં એક નવો બ્રિજ આવી રહ્યો છે, આ બ્રિજ આવવાથી શહેરના 65 હજાર લોકોની ટ્રાફિકની સમસ્યા હળવી બની જશે 

અમદાવાદ સાબરમતી નદી પર બનશે નવો પુલ, 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે

Ahmedabad New : અમદાવાદમાં સૌથી વધુ વકરતી સમસ્યા એટલે ટ્રાફિક. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થતી જ નથી. આવામાં અમદાવાદના સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનવા જઈ રહ્યો છે. સાબરમતી અચેરથી કેમ્પ સદર બજાર વચ્ચે 250 કરોડના ખર્ચે બનનાર બેરેજ કમ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેનાથી રોજ 65 હજાર વાહનચાલકોને સીધો ફાયદો થશે. 73.65 કરોડના ખર્ચે બનનાર બ્રિજનું કામ ચોમાસા પછી શરૂ થશે. 

સાબરમતી મેટ્રો સ્ટેશનનજીકથી કેમ્પ સદર બજાર વચ્ચેનો બેરેજ કમ ફૂટપાથ સાથેનો ઓવરબ્રિજ વર્ષ 2026 માં તૈયાર થઈ જશે. આ બ્રિજથી રોજ અહીથી પસાર થતા 65 હજાર વાહનોને સીધો ફાયદો થશે. 

આ બ્રિજ બનતા શું ફાયદો થશે
હાલ એરપોર્ટ જવા માટે પશ્ચિમના વાહન ચાલકો સુભાષ બ્રિજ આરટીઓ, ડફનારા થઈ પૂર્વ વિસ્તારમાં હાસોલ કોતરપુર થઈને એરપોર્ટ જાય છે. ઓવરબ્રિજ બન્યા બાદ સીધા જ એરપોર્ટ જઈ શકાશે. 

ચોમાસા બાદ આ બ્રિજનું કામ શરૂ થઈ જશે. ત્યા સુધીમાં બેરેજના ટેન્ડરને પણ ફાઈનલ કરી દેવાશે. બંને કામ ચોમાસા પછી સોંપવામાં આવશે. આ સાથે જ પશ્ચિમ ટોરેન્ટ પાવર સ્ટેશનથી પૂર્વ કેમ્પ સદર બજારના બંને રોડને જોડતા બેરેજ કમ ઓવરબ્રિજ પાછળ 250 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો છે. કોર્પોરેશન તરફથી ફેઝ-2 અંતર્ગત રિવરફ્રન્ટની વોલ બનાવવાનું કામ ગત 15 મી માર્ચ 2024 સુધી શરૂ કરાયું હતં. આગામી 2026 સુધી બેરેજ કમ ઓવરબ્રિજું કામ પૂરુ થઈ જશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news