અમદાવાદમાં મંદ બુદ્ધિની બાળકી સાથે પાડોશીના અડપલા, સામસામી ફરિયાદ દાખલ
Trending Photos
અમદાવાદ : સાબરમતીના સધીમાતા મંદિર વિસ્તારમાં મંદબુદ્ધિની કિશોરીની એકલતાનો લાભ લઇને થોડા દિવસો અગાઉ એક વ્યક્તિએ શારીરિક અડપલા કર્યા હતા. કિશોરી હેવાનની પકડમાંથી છુટી માતા પાસે પહોંચી અને બનેલી ઘટના અંગે પોતાની ભાષામાં માતાને જાણ કરી હતી. માતાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ આરોપીએ અને તેના ભાઇએ કિશોરીના ઘરે જઇ પરિવારને જાનથી મારવાની અને કિશોરી પર રેપ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે સાબરમતી પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આદરી છે.
સાબરમતી વિસ્તારમાં પાર્લર ચલાવતા વ્યક્તિની 13 વર્ષની પુત્રી મંદબુદ્ધિ બાળકોની સ્કુલમાં ધોરણ 7માં અભ્યાસ કરે છે. 12મી નવેમ્બરે પત્ની બાળકીને પાછળી આવી બાથ ભીડી દીધી હતી. બાળકી બૂમો પાડતી દોડતી આવીને માતા પાસે પહોંચી હતી. માતાને પોતાની ભાષામાં તેની સાથે બનેલી ઘટના અંગે માહિતી આપી હતી.
આ દરમિયાન ગત રવિવારે પ્રકાશ અને તેના ભાઇ દિનેશ બંન્ને કિશોરભાઇના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ અપશબ્દો બોલી કિશોરભાઇને ધમકી આપી હતી કે, ફરી તમે આક્ષેપ કરશો તમારી દીકરી પર અમે રેપ કરીશું અને જાનથી મારી નાખીશું. આ બનાવ અંગે સાબરમતી પોલીસે પ્રકાશ ઉર્ફે ચીચુ અને દિનેશ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો અનુસાર ગુનો નોંધાયો હતો. જ્યારે પ્રકાશની ફરિયાદના આધારે બાળકીના પિતા સહિતના લોકો વિરુદ્ધ મારા મારીનો ગુનો નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે