8 વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા સભ્યો લાભ પાંચમે શપથ ગ્રહણ કરશે, ભાજપના MLA 111 થયા

રાજ્યમાં 10 નવેમ્બરે યોજાયેલી 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો પર જીત મેળવી હતી. આ તમામ ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદનાં શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચશે. આ પેટાચૂંટણીમા વોટ શેરિંગની વાત કરીએ તો આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા હતા. 
8 વિધાનસભા પેટા ચૂંટણીમાં જીતેલા સભ્યો લાભ પાંચમે શપથ ગ્રહણ કરશે, ભાજપના MLA 111 થયા

અમદાવાદ : રાજ્યમાં 10 નવેમ્બરે યોજાયેલી 8 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ 8 બેઠકો પર જીત મેળવી હતી. આ તમામ ધારાસભ્યો લાભ પાંચમ એટલે કે 19 નવેમ્બરના રોજ ધારાસભ્યપદનાં શપથ લેશે. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 111 બેઠક પર પહોંચશે. આ પેટાચૂંટણીમા વોટ શેરિંગની વાત કરીએ તો આઠ બેઠકો પર ભાજપને 55 ટકા મત મળ્યા હતા. 

જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા જ મત મળ્યા હતા. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટામાં પડ્યા હતા. આ 8 ધારાસભ્યોએ શપથ લીધા બાદ ગુજરાત વિધાનસભાની સ્થિતી અનુસાર ભાજપના 111, કોંગ્રેસનાં 65, બીટીપીનાં 2, એનસીપીનાં 1, અપક્ષ 1 ધારાસભ્ય રહ્યા છે. 182 સભ્ય સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલ બે બેઠક ખાલી પડી છે. હાલ દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ બેઠકો ખાલી પડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news