મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ
ફળોનો રાજા અને ફળોની રાણી જેવા ઉપનામથી ઓળખાતી કેરી અને ઉનાળાની ઋતુ આવે એટલે કેરીની સિઝન આવે અને નાના બાળકોથી વડીલ વૃધ્ધો સહિત પાકેલી કેરીનું નામ સાંભળતા જ મોમાં પાણી આવવા લાગે, દર વર્ષે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીર તાલાલા અને વંથલીની કેરીની સારી એવી આવક થાય છે
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: આબાલ વૃદ્ધ સહિત સૌમાં પ્રિય એવી કેસર કેરીનો પાક ચાલુ વર્ષે નબળો આવતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની નહિવત આવક થવા પામી છે.
ફળોનો રાજા અને ફળોની રાણી જેવા ઉપનામથી ઓળખાતી કેરી અને ઉનાળાની ઋતુ આવે એટલે કેરીની સિઝન આવે અને નાના બાળકોથી વડીલ વૃધ્ધો સહિત પાકેલી કેરીનું નામ સાંભળતા જ મોમાં પાણી આવવા લાગે, દર વર્ષે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીર તાલાલા અને વંથલીની કેરીની સારી એવી આવક થાય છે, પરંતુ ચાલુ વર્ષે કેરીનો પાક માત્ર 40 ટકા જેટલો હોવાથી કેરીની આવક જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નહિવત જોવા મળી રહી છે.
હાલ યાર્ડમાં રોજના 4 થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે. જે ગયા વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો પાક આવતા વેપારીઓ નિરાશ થયા છે, હાલ રૂપિયા 500 થી લઈને 1200 રૂપિયા સુધી 10 કિલોનું કેરીનું બોક્સ વેચાણ થઈ રહ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાથી ચાલુ વર્ષે કેરીનો પાક ખૂબ જ નબળો ઉતર્યો છે, જ્યારે મહારાષ્ટ્રની રત્નાગીરીની આફૂસ કેરી હાલ માર્કેટમાં વેચાણ થઈ રહી છે. કેરીના ભાવ આસમાને જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ વર્ષે કેરીનો સ્વાદ ચાખવો કપરો બન્યો છે.
એક તરફ કારમી મોંઘવારી અને મધ્યમ વર્ગના લોકો માટે પરિવારના ગુજરાન માટે ઘરના બે છેડા ભેગા કરવા આકરા બન્યા છે, ત્યારે મીઠી મીઠી કેરીનો રસ કડવો બની રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે