સુરતના ડિંડોલી વિસ્તારમાં નેવીના જવાનની પત્નીનું શંકાસ્પદ મોત

મૃતક શ્રૃતિ ઉપાધ્યાયના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા, પરિજનોનો હત્યાનો આરોપ

Trending Photos

સુરતના ડિંડોલી વિસ્તારમાં નેવીના જવાનની પત્નીનું શંકાસ્પદ મોત

સુરતઃ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા નેવીના જવાનની પત્નીનું શાકસ્પદ મોત થયું. યુવતીના માતા-પિતાએ જમાઈ અને સાસરિયા પક્ષ પર દહેજનો ત્રાસ આપીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. 

સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં રહેતા નેવી અધિકારી પ્રદીપ ઉપાધ્યાય સાથે બિહારના પટનાની શ્રૃતિ ઉપાધ્યાયનાં લગ્ન થયા હતા. પ્રદીપ અત્યાર આંદમાન-નિકોબારમાં નેવીમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં તેનું શંકાસ્પદ મોત થયા બાદ અન્ય સગાવ્હાલાં દ્વારા તેના માતા-પિતાને શ્રૃતિનું મોત થયાની જાણ થઈ હતી. 

દિકરીના મોતની જાણ થતાં તેના પિતા બે ફ્લાઈટ બદલીને તાત્કાલિક સુરત આવી પહોંચ્યા હતા. જુવાન-જોધ દિકરીનું અકાળે મોત થઈ જતાં તેના પિતા ભાંગી પડ્યા હતા. મૃતક શ્રૃતિ ઉપાધ્યાયના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા. 

પરિજનોનો આરોપ છે કે, તેમની દિકરીને લગ્ન બાદ સાસરિયા દહેજ માટે પરેશાન કરતા હતા. તેને ઢોર માર-મારવામાં આવતો હતો. તેની પાસેથી ફોન પણ છીનવી લેવાયો હતો. પતિ પ્રદીપ ઉપાધ્યાય ઉપરાંત તેની માતા, બનેવી અને બહેનો દ્વારા શ્રૃતિ ઉપર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવતો હતો. 

શ્રૃતિના પિતાએ જણાવ્યું કે, દહેજમાં નેવીમાં અધિકારી એવા પ્રદીપે સ્વિફ્ટ કારની માગ કરી હતી. તેઓ આ પુરી કરી ન શક્તાં તેમની દિકરી પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમણે જણાવ્યું કે, મારી દિકરીનું મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે અને તેની પુરતી તપાસ કરવાની તેમણે માગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news