ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયાઓને મળ્યા સારા સમાચાર
સતત વરસાદ (Heavy Rain) થી કંટાળેલા નાગરિકો મોટા સમાચાર મળ્યા છે. તો બીજી તરફ, ખેડૂતો અને ગરબા (Garba)ના આયોજકો માટે રાહતના સમાચાર છે કે, ગુજરાત (Gujarat) પરથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાઈ ગઈ છે. જેથી હવે રાજ્યમાં આગામી 24 કલાક માત્ર છુટોછવાયો વરસાદ જ રહેશે. જેથી હવે ખેડુતોના પાકને નુકશાન નહિ થાય, અને ખેલૈયા (Navratri 2019) ઓ પણ મન મૂકીને ગરબા રમી શકશે. તો સાથે જ સામાન્ય નાગરિકોને પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે.
Trending Photos
અમદાવાદ :સતત વરસાદ (Heavy Rain) થી કંટાળેલા નાગરિકો મોટા સમાચાર મળ્યા છે. તો બીજી તરફ, ખેડૂતો અને ગરબા (Garba)ના આયોજકો માટે રાહતના સમાચાર છે કે, ગુજરાત (Gujarat) પરથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાઈ ગઈ છે. જેથી હવે રાજ્યમાં આગામી 24 કલાક માત્ર છુટોછવાયો વરસાદ જ રહેશે. જેથી હવે ખેડુતોના પાકને નુકશાન નહિ થાય, અને ખેલૈયા (Navratri 2019) ઓ પણ મન મૂકીને ગરબા રમી શકશે. તો સાથે જ સામાન્ય નાગરિકોને પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે.
જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ 180 ટકાથી વધુ વરસાદ
ગુજરાતના માથા પરથી સાયક્લોનિક સિસ્ટમ હવે હટી જતા વરસાદમાં રાજ્યવાસીઓને રાહત મળશે. ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને હવે રાજસ્થાન તરફ વળ્યું છે. જેથી હવે આવતીકાલથી રાજ્યમાં નવરાત્રિનો ઉત્સાહ નહિ બગડે. નવરાત્રિના બાકીના સાત દિવસ ગરબાનું આયોજન પણ કોઈ ટેન્શનવગર કરી શકાશે. તેમજ ખેલૈયાઓ પણ મજા માણી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ વરસાદની સેન્ચુરી ફટકારી છે. જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ 180 ટકાથી વધારે વરસાદ ખાબક્યો છે. તો 113 તાલુકાઓમાં નોંધાયો 40 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.
સરવે કરી ખેડૂતોને સહાય ચૂકવાશે
રાજ્યભરમાં વરસેલા અતિભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સરકાર તરફથી સહાય કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. જેને પગલે ગુજરાત સરકારે નુકસાન અંગે સરવે કરવાનો નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી આર. સી. ફળદુએ આ અંગે નિવેદન આપ્યું છે કે, નુકસાન અંગે સરવે કરી ખેડૂતોને સહાય ચૂકવાશે. તો બીજી તરફ કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ વિશે લીલો દુષ્કાળ શબ્દ વાપરવો યોગ્ય નથી અને લીલો દુષ્કાળ શબ્દ વાપરવો હજુ વહેલો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે