ડિવિલિયર્સ પ્રથમવાર બિગ બેશ ટી-20 લીગમાં રમશે, બ્રિસ્બેન હીટ સાથે કરાર કર્યો

બિગ બેશમાં ભાગ લેવા પર ડિવિલિયર્સે કહ્યું, 'જાન્યુઆરીથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય સરળ રહ્યો. બ્રિસ્બેન હીટ તે પ્રકારની બ્રાન્ડ છે, જેમાં હું જોડાવા ઈચ્છતો હતો.

ડિવિલિયર્સ પ્રથમવાર બિગ બેશ ટી-20 લીગમાં રમશે, બ્રિસ્બેન હીટ સાથે કરાર કર્યો

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ (ab de villiers) પ્રથમવાર ઓસ્ટ્રેલિયામાં ટી-20 બિગ બેશ લીગમાં (big bash league) રમશે. તેણે 2019-2020ની સિઝન માટે બ્રિસ્બેન હીટની સાથએ કરાર કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ મંગળવારે આ જાહેરાત કરી હતી. 35 વર્ષીય ડિવિલિયર્સ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટૂર્નામેન્ટના બીજા તબક્કામાં ટીમ સાથે જોડાશે. બ્રિસ્બેન હીટના કોચ ડેરેન લેહમને તેને ટીમમાં સામેલ કરવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, 'ડિવિલિયર્સની સાથે પ્રથમવાર કામ કરવાને લઈને ઉત્સાહિત છું.'

લેહમને કહ્યું, 'વિશ્વ સ્તરના ખેલાડી દરરોજ સાથે આવતા નથી. બિગ બેશમાં ડિવિલિયર્સ જેવો ખેલાડી હોય તે શાનદાર છે. આવુ માત્ર અમારી ટીમ માટે નહીં પરંતુ પૂરી ટૂર્નામેન્ટ માટે છે. તે 360 ડિગ્રી પ્લેયર છે. તેની સાથે શાનદાર ક્ષમતા, સારો સ્વભાર અને ટીમ લીડરના ગુણ છે.'

— Brisbane Heat (@HeatBBL) September 30, 2019

બ્રિસ્બેન હીટ તે પ્રકારની બ્રાન્ડ છે, જેમાં હું જોડાવા ઈચ્છતો હતો
બિગ બેશમાં ભાગ લેવા પર ડિવિલિયર્સે કહ્યું, 'જાન્યુઆરીથી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય સરળ રહ્યો. બ્રિસ્બેન હીટ તે પ્રકારની બ્રાન્ડ છે, જેમાં હું જોડાવા ઈચ્છતો હતો. તે ખુબ આક્રમક છે. હું ગાબા (બ્રિસ્બેનનું મેદાન) જવાની રાહ જોઈ રહ્યો છું. તે એક સુંદર મેદાન છે. વિકેટ શાનદાર છે. ત્યાં હંમેશા શાનદાર રમત રમાય છે.'

આઈપીએલની પાછલી સિઝનમાં ડિવિલિયર્સે બનાવ્યા હતા 442 રન
ડિવિલિયર્સે આફ્રિકા માટે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી20 મેચ રમી છે. તેણે પાછલા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ડિવિલિયર્સે આઈપીએલની પાછલી સિઝનમાં 44.20ની એવરેજથી 442 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 154ની રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news