ગુજરાતમાં આજથી નૅશનલ એજ્યુકેશન કોન્ફરન્સ: 10 થી વધુ શિક્ષણમંત્રીઓ પહોંચ્યા, મનીષ સીસોદીયાનું મહત્વપૂર્ણ નિવેદન

ગાંધીનગરમાં યોજાનાર નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ આપાયું છે. ત્યારે 10 થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ આજે આવી પહોંચ્યા છે. દિલ્હી શિક્ષણમંત્રીનું એરપોર્ટ પર આગમન થયું છે.

ગુજરાતમાં આજથી નૅશનલ એજ્યુકેશન કોન્ફરન્સ: 10 થી વધુ શિક્ષણમંત્રીઓ પહોંચ્યા, મનીષ સીસોદીયાનું મહત્વપૂર્ણ નિવેદન

બ્રિજેશ દોશી/ગાંધીનગર: આજથી બે દિવસીય નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સનો આરંભ થશે. કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં આ કોન્ફરન્સ યોજાશે. જેમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, શિક્ષણ સચિવો અને શિક્ષણ સંસ્થાના વડાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ભાગ લેવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંગળવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. 

ગાંધીનગરમાં યોજાનાર નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ આપાયું છે. ત્યારે 10 થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ આજે આવી પહોંચ્યા છે. દિલ્હી શિક્ષણમંત્રીનું એરપોર્ટ પર આગમન થયું છે. ત્યારે એરપોર્ટ પર મનીષ સીસોદીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ પોલીસીને લઈ ચર્ચા કરવામાં આવશે. કોરોનામાં નુકસાન થયું છે કઈ રીતે ભરપાય કરવા અંગે ચર્ચા કરાશે. નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેનાથી વર્તમાન નહિ પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થાય.

ધર્મેન્દ્ર પ્રધાન સહિત તમામ આમંત્રિતો ગાંધીનગર ખાતેના વિદ્યા સમિક્ષા કેન્દ્ર, બાયસેગ, PDEU અને NFSUની મુલાકાત પણ લેશે. તમામ રાજ્યોમાં ગુજરાત જેવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભા કરવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે, જ્યાં શિક્ષણ વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ પણ તાજેતરમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news