KK death Update: સિંગર કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન, કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો
Injuries on KK Forehead and around his Mouth: જાણીતા સિંગર કેકેનું મંગળવારે મોડી રાતે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી દુ:ખદ નિધન થયું. હવે એક અન્ય ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે.
Trending Photos
Injuries on KK Forehead and around his Mouth: જાણીતા સિંગર કેકેનું મંગળવારે મોડી રાતે એક લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી દુ:ખદ નિધન થયું. હવે એક અન્ય ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે જેને લઈને કોલકાતા પોલીસે કેસ દાખલ કર્યો છે. કેકેના માથા અને ચહેરાના ભાગ પર ઈજાના નિશાન મળ્યા હોવાનું કહેવાય છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ જ વિગતો સ્પષ્ટ થઈ શકશે.
પણ આ બાજુ સૂત્રોનું એવું કહેવું છે કે કેકેને બે ઈજા જોવા મળી છે. એક ઈજા તેમના માથાના ભાગે અને બીજી ઈજા તેમને મોઢા પાસે થઈ છે. પોસ્ટમોર્ટમ બાદ જ ઈજા વિશે વધુ માહિતી મળી શકશે. ડોક્ટરોનું પણ કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું અસલ કારણ જાણી શકાશે.
કેકેના મૃત્યુ મામલે કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કરાયો છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકની સંખ્યા મર્યાદિત સંખ્યા કરતા વધુ હતી કે નહીં. એસી બરાબર કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત પોલીસ જે રીતે કેકે પરફોર્મન્સ દરમિયાન બીમાર પડ્યા એ બાબતે પણ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે.
સિંગર KK ના અંતિમ શોનો Video વાયરલ, સ્ટેજ પર બગડી હતી તબિયત, સ્પોર્ટલાઈટ બંધ કરવા કહ્યું#SingerKK #Singer #KrishnakumarKunnath #ZEE24Kalak pic.twitter.com/zoHQkRJVEe
— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022
કેકેના નિધનથી તેમના ચાહકો આઘાતમાં સરી પડ્યા છે. તેમના પાર્થિક શરીરને બપોરે 12 વાગે પ્રાઈવેટ હોસ્પિટલથી એસએસકેએમ હોસ્પિટલ લઈ જવાશે. અહીં તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ કેકેના માથે અને મોઢે થયેલી ઈજાઓ વિશે વધુ માહિતી સ્પષ્ટ થઈ શકશે. કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. કેકેના નિધન બાદ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પત્ની અને પુત્ર લગભગ 9 વાગે કોલકાતા પહોંચે તેવી શક્યતા છે.
આ ગીતોથી મેળવી પ્રસિદ્ધિ
સિંગર કેકેના ગીતો દરેક પેઢીના લોકોને ખુબ પસંદ પડતા હતા. તેમણે માચિસ ફિલ્મના ગીત 'છોડ આયે હમ વો ગલીયા'થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પણ અસલ ઓળખ તો 'હમ દીલ દે ચૂકે સનમ' ફિલ્મના 'તડપ તડપ' ગીતથી મળી. આ ગીતે તેમને દેશ વિદેશમાં જબરદસ્ત ખ્યાતિ અપાવી. કેકે નો જન્મ 23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલિયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયા હતા. કેકેની વિદાયથી તેમના ચાહકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. તેમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે કેકે તેમની વચ્ચે નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે