પીએમ મોદી અન્નપૂર્ણ ધામ ટ્રસ્ટની જે ઈમારતોનું ખાતમુહૂર્ત કરવાના છે, તે હાઈટેક હશે

 આગામી 4 અને 5 માર્ચે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર અમદાવાદના મહેમાન બનશે. બંન્ને દિવસે વડાપ્રધાન વિવિધ કાર્યક્રમોમાં હાજર આપવામાં આવશે. જે અંતર્ગત તેઓ ગાંધીનગરના અડાલજ-કોબા રોડ પર અન્નપૂર્ણધામ ટ્રસ્ટ દ્વારા તૈયાર થનારી વિદ્યાર્થી હોસ્ટેલ, ભોજનાલય, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રનું ખાતમુહુર્ત કરશે. 
પીએમ મોદી અન્નપૂર્ણ ધામ ટ્રસ્ટની જે ઈમારતોનું ખાતમુહૂર્ત કરવાના છે, તે હાઈટેક હશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આગામી 4 અને 5 માર્ચે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર અમદાવાદના મહેમાન બનશે. બંન્ને દિવસે વડાપ્રધાન વિવિધ કાર્યક્રમોમાં હાજર આપવામાં આવશે. જે અંતર્ગત તેઓ ગાંધીનગરના અડાલજ-કોબા રોડ પર અન્નપૂર્ણધામ ટ્રસ્ટ દ્વારા તૈયાર થનારી વિદ્યાર્થી હોસ્ટેલ, ભોજનાલય, લાયબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રનું ખાતમુહુર્ત કરશે. 

આગામી 5 મી માર્ચે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગાંધીનગરના અડાલજ ખાતે આવેલા અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા માં અન્નપૂર્ણા પંચતત્વ મંદીરમાં પૂજા-આરતી કરવામાં આવશે. જે બાદ તેઓ નજીકમાં આવેલા સ્થળે બનનારી વિવિધ વિદ્યાર્થીલક્ષી ઇમારતોનું ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદીના વિસ્તૃત કાર્યક્રમ અને સંસ્થાના આયોજન અંગે માહિતી આપવા સંસ્થા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. 

  • અન્નપૂર્ણધામ ટ્રસ્ટ લેઉઆ પટેલા સમાજનું આસ્થાનું કેન્દ્ર છે.
  • 5 કરોડથી વધુના ખર્ચે મંદીર તૈયાર કરવામાં આવ્યુ છે. 
  • વડાપ્રધાન જે ઇમારતોના ખાતમુહુર્ત કરશે, તે માટે પણ રૂ. 25 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ માટે પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોભીઓ દ્વારા મોટું દાન આપવામાં આવ્યુ છે. 
  • 600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતુ છાત્રાલય, સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનીંગ આપતુ સેન્ટર અને ભોજનાલય જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. 
  • તેનો લાભ દરેક સમાજના દરેક વર્ગના લોકો લઇ શકશે. પરંતુ તેમાં પ્રાથમિકતા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અપાશે. 
  • આ તમામ સુવિધાઓ આગામી 2020ના શૈક્ષણિક વર્ષથી શરૂ થાય તે રીતનું આયોજન કરાવામાં આવી રહ્યુ છે.

નોંધનીય છે કે અડાલજ ખાતેના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈષ્ણોદેવી રીંગરોડ પર ઉભા થનારા ઉમિયાધામનું પણ ખાતમુહુર્ત કરવાના છે. જેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news