દુબઈ ચેમ્પિયનશિપઃ રોજર ફેડરર ફાઇનલમાં, 100માં ટાઇટલથી એક જીત દૂર
રોજર ફેડરરે દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપના પુરૂષ સિંગલ્સના વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Trending Photos
દુબઈઃ સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર પોતાનું 100મું એટીપી ટાઇટલ જીતવાની નજીક પહોંચી ગયો છે. તેણે દુબઈ ડ્યૂટી ફ્રી ટેનિસ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રોજર ફેડરરે શુક્રવારે મોડી રાત્રે રમાયેલા બીજા સેમિફાઇનલમાં ક્રોએશિયાના બોર્ના કોરિચને સીધા સેટોમાં 6-2, 6-2થી પરાજય આપ્યો હતો. હવે તેનો સામનો ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસ સામે થશે, જેણે શુક્રવારે ફ્રાન્સના ગેલ મોંફિલ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વર્લ્ડ નંબર-7 રોજર ફેડરર ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચવાની નજીક છે. જો તે ફાઇનલમાં વિજય મેળવે તો આ તેની 100મી ટૂર લેવલની ટ્રોફી હશે. આ સાથે તે જિમી કોનર્સની બરોબરી કરી લેશે. કોનર્સ પ્રથમ એવો ખેલાડી છે જેની પાસે 100 ટૂર લેવલ ટ્રોફી છે. કોનર્સની પાસે કુલ 109 ટૂર ટાઇટલ છે.
ફેડરરે ફાઇનલમાં તે ખેલાડીનો સામનો કરવાનો છે, જેણે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં તેને પરાજય આપ્યો હતો. ફેડરર જ્યારે સિતસિપાસ સામે ઉતરશે તો તેના મગજમાં આ વાત જરૂર હશે.
મેચ બાદ ફેડરરે કહ્યું, લગભગ થોડી બદલાની ભાવના હોય. તે મેચ મને પરેશાન કરે છે પરંતુ આ રમતનો ભાગ છે. તેણે તે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સિતસિપાસે કહ્યું, મને ખ્યાલ છે કે, તે પૂર્ણ રીતે તૈયાર હશે. આ અમારા બંન્ને માટે આસાન નથી. તે મને હરાવવા ઈચ્છશે. તેના માટે તે મોટી હાર હતી. મને ખ્યાલ છે કે, તે કોર્ટ પર બદલો લેવા ઉતરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે