ગુજરાતના પ્રેમીઓને ઘેલુ લાગ્યું, ગ્રીષ્મા બાદ કચ્છની વિદ્યાર્થીની પાછળ પ્રેમીએ શાળામાં જઈને તાયફો કર્યો

ગુજરાતમાં પ્રેમીઓનો પાગલ થવાનો ટ્રેન્ડ નીકળ્યો છે. પ્રેમિકાઓ પાછળ યુવકો ઘેલા બની રહ્યા છે, ત્યારે હવે ગુનાખોરી પર આવી ગયા છે. ત્યારે કચ્છથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાપર વિસ્તારમાં છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને 30 વર્ષના વિધર્મી પ્રેમીએ વિદ્યાર્થીનીના ક્લાસમા જઈને બળજબરીથી તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. એટલુ જ નહિ, વિદ્યાર્થીનીનો હાથ પકડી તેની સેલ્ફી પણ લીધી હતી. 

ગુજરાતના પ્રેમીઓને ઘેલુ લાગ્યું, ગ્રીષ્મા બાદ કચ્છની વિદ્યાર્થીની પાછળ પ્રેમીએ શાળામાં જઈને તાયફો કર્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પ્રેમીઓનો પાગલ થવાનો ટ્રેન્ડ નીકળ્યો છે. પ્રેમિકાઓ પાછળ યુવકો ઘેલા બની રહ્યા છે, ત્યારે હવે ગુનાખોરી પર આવી ગયા છે. વધુ એક કિસ્સો કચ્છ વિસ્તારમાથી સામે આવ્યો છે. રાપર વિસ્તારમાં છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને 30 વર્ષના વિધર્મી પ્રેમીએ વિદ્યાર્થીનીના ક્લાસમા જઈને બળજબરીથી તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. એટલુ જ નહિ, વિદ્યાર્થીનીનો હાથ પકડી તેની સેલ્ફી પણ લીધી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાપર વિસ્તારમાં સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં એક સગીરા અભ્યાસ કરે છે. એક વિધર્મી યુવક લાંબા સમયથી તેની પાછળ પડ્યો હતો. ત્યારે સગીરાના જન્મદિને તો પ્રેમી યુવકે હદ વટાવી દીધી હતી. પ્રેમી યુવક સગીરાના શાળામાં જબરદસ્તીથી ઘૂસી ગયો હતો. જેના બાદ તેણે આઈ લવ યુ લખેલી ગિફ્ટ સગીરાના હાથમા પકડાવી હતી. સગીરાએ લેવાની ના પાડી હતી. છતા યુવક માન્યો ન હતો. તેણે પરાણે ગિફ્ટ સગીરાને પકડાવી હતી. 

આટલેથી યુવક અટક્યો ન હતો. તેણે બધા વિદ્યાર્થીઓની હાજરીમાં જ સગીરાનો હાથ પકડીને જબરદસ્તીથી સેલ્ફી પડાવી હતી અને તેને ચોકલેટ ખવડાવી હતી. આ સમયે શિક્ષક પણ ક્લાસમાં હાજર હતા. ત્યારે ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે જઈને તમામ માહિતી પોતાના માતાપિતાને કહી હતી. 

જોકે, આ વાત બહાર આવતા જ શાળા સંચાલકો દોડતા થયા હતા. શાળાના સીસીટીવીમાં પણ પ્રેમિકાની હરકત કેદ થઈ હતી. જેમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ કરાયો હતો. વિધર્મી યુવક સગીરાના ઘરે જઈને તેના માતાપિતાની આ ઘટના માટે માફી માંગીને ગયો હોવાની પણ વાત સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news