રૂંવાડાં ઊભાં કરતાં CCTV: ભાવનગરમાં વહેલી સવારે ખેલાયો લોહિયાળ જંગ; વેપારીની હત્યા

વહેલી સવારે ઘરેથી નીકળી ડાયમંડ ચોકમાં આવેલી ન્યુઝ પેપર એજન્સીએ જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ન્યૂઝ પેપર એજન્સી ધરાવતા પેપર એજન્ટની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

રૂંવાડાં ઊભાં કરતાં CCTV: ભાવનગરમાં વહેલી સવારે ખેલાયો લોહિયાળ જંગ; વેપારીની હત્યા

નવનીત દલવાડી/ભાવનગર: શહેરના મહિલા કોલેજથી ડોન ચોક જવાના રસ્તા પર આવેલ શિવાંગ એન્કલેવ ફેલટ પાસે વહેલી સવારે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ન્યુઝ એજન્સી ધરાવતા વેપારી ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વેપારીની હત્યાના CCtv સામે આવ્યા છે. 

પેપર એજન્ટની કરપીણ હત્યા
શહેરના ડોન ચોક વિસ્તારમાં વહેલી સવારે 6 આસપાસ ના અરસામાં એક વેપારીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી હતી, વહેલી સવારે ઘરેથી નીકળી ડાયમંડ ચોકમાં આવેલી ન્યુઝ પેપર એજન્સીએ જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને આંતરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ન્યૂઝ પેપર એજન્સી ધરાવતા પેપર એજન્ટની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આશેર 63 વર્ષીય આધેડ પ્રકાશ રેલીયા નામના વેપારીની કરપીણ હત્યા કરી શખ્સો ફરાર થઈ ગયા હતા, આ સમગ્ર ઘટના CCtvમાં કેદ થઈ હતી, જેમાં બે શખ્સો તીક્ષ્ણ હથિયારના ધડાધડ ઘા ઝીંકી વેપારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

50 હજાર રૂપિયાની લેતીદેતીમાં હત્યા
હત્યાની ઘટના અંગે ડીવાયએસપી આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, બે શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો બનાવ બનવા પામ્યો છે, જેમાં પ્રકાશભાઈ રેલિયાના ઘરે રીનોવેશન કામકાજ ચાલુ હતું જે દોઢ લાખમાં કામ નક્કી થયું હતી, જે પૈકી 1 લાખ રકમ ચૂકવાઈ ગયા હતા અને 50 હજાર બાકી હતા તે બાકી ની લેણી રકમ વારંવાર માંગવા છતાં નહિ આપતા બંને શખ્સો હત્યા કરી નાસી છૂટ્યા હતા, જોકે હત્યા બાદ બંને શખ્સો ઘોઘા રોડ પોલીસ મથકે હાજર થઈ જતાં, પોલીસે સગીર સહિત બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news