IND vs ENG 1st Innings Highlights: ઈંગ્લેન્ડે ભારતને 229 રને રોક્યું, રોહિતે રમી શાનદાર કેપ્ટન ઈનિંગ

IND vs ENG : ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો, રોહિત સદી ચૂકી ગયો, ડેવિડ વિલીએ ત્રણ વિકેટ લીધી

IND vs ENG 1st Innings Highlights: ઈંગ્લેન્ડે ભારતને 229 રને રોક્યું, રોહિતે રમી શાનદાર કેપ્ટન ઈનિંગ

India vs England, World Cup 2023: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનૌના એકાના સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. ભારતે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો, રોહિત સદી ચૂકી ગયો, ડેવિડ વિલીએ ત્રણ વિકેટ લીધી. ઇંગ્લેન્ડે ભારતને 229 રન સુધી રોકી લીધું. લખનૌમાં રમાઈ રહેલા વર્લ્ડ કપની 29મી મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 229 રન પર રોકી દીધી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. આ રીતે જોસ બટલરની આગેવાનીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 250 રનનો લક્ષ્યાંક મળ્યો છે.

ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 101 બોલમાં સૌથી વધુ 87 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટને પોતાની ઇનિંગમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા. સૂર્યકુમાર યાદવે 47 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે સફળતા મળી હતી.

યુપીના લખનૌનું મેદાનમાં 9 વિકેટ ગુમાવીને ભારતે 229 કર્યા. ઈંગ્લેન્ડ ટીમ ઈન્ડિયાને ખુબ ઓછા રનમાં રોકી શકી. ઈંગ્લેન્ડને જીતવા માટે 230 રનનું લક્ષ્યાંક મળ્યું. આજે રોહિત શર્માએ બતોર કેપ્ટન રમી પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચ. ટીમ ઈન્ડિયા તરફથી કપ્તાન રોહિત શર્માએ 87 રન કર્યા, જ્યારે સુર્ય કુમાર યાદવે 49 રનની શાનદાર ઈનિંગ રમી. શુભમન-9 રન જ્યારે વર્લ્ડ કપમાં પહેલીવાર વિરાટ કોહલી-0 રન પર આઉટ થયા. શ્રેયસ ઐય્યર પણ સસ્તામાં આઉટ થઈ ગયા, કે.એલ.રાહુલે-39 રન બનાવ્યાં. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મ્દ શમીની સાથે જ કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની બોલિંગ પર હવે રહેશે સૌ કોઈની નજર.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news