ગુજરાત બની રહ્યું છે બિહાર? ઝુંપડીમાં રહેતો નાગરિક પણ સુરક્ષીત નથી

હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

ગુજરાત બની રહ્યું છે બિહાર? ઝુંપડીમાં રહેતો નાગરિક પણ સુરક્ષીત નથી

સુરેન્દ્રનગર : હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે. બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા. થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. 

જેથી કરીને હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લાશને પીએમ માટે ખસેડી હતી. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી હતી. હાલમાં હત્યાના આ બનાવમાં મૃતકના પિતરાઇ ભાઇ પ્રવીણભાઈની ફરિયાદ લઈને પોલીસે વિક્રમભાઈ ચતુરભાઈ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. જો કે આરોપી પકડાયા બાદ તેણે કયા કારણોસર જેમાભાઈની હત્યા કરી તેની તપાસ આદરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news