પ્રથમવાર ઇઝરાયલની યાત્રા પર જશે ભારતીય સેના પ્રમુખ નરવણે, જાણે કેમ ખાસ છે આ પ્રવાસ?

આ દરમિયાન તે ભારત-ઈઝરાયલના રક્ષા સંબંધોને આગળ વધારવાની રીત પર ચર્ચા કરશે. 
 

પ્રથમવાર ઇઝરાયલની યાત્રા પર જશે ભારતીય સેના પ્રમુખ નરવણે, જાણે કેમ ખાસ છે આ પ્રવાસ?

નવી દિલ્હીઃ ઇઝરાયલની સાથે સૈન્ય સહયોગ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સોમવારે પોતાની પ્રથમ ઇઝરાયલ યાત્રા પર જશે. ભારતીય સેના દ્વારા જાહેર નિવેદન અનુસાર, સોમવારથી શુક્રવાર સુધીની પાંચ દિવસની યાત્રા દરમિયાન જનરલ નરવણે વરિષ્ઠ ઇઝરાયલી સૈન્ય અને નાગરિક નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તે ભારત-ઇઝરાયલ રક્ષા સંબંધોને વધારવાની રીત પર ચર્ચા થશે. 

સેના પ્રમુખ સુરક્ષા પ્રતિષ્ઠાનના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠકોના માધ્યમયોથી ઇઝરાયલ અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય રક્ષા સહયોગને આગળ વધારશે અને રક્ષા સંબંધી વિભિન્ન મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. તે સેવા પ્રમુખોની સાથે પણ વાતચીત કરશે અને ઇઝરાયલી રક્ષા દળ (આઈડીએફ) ના મુખ્યાલયનો પ્રવાસ કરશે. 

છેલ્લા બે મહિનામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા સચિવ અજય કુમારે રક્ષા સહયોગને મજબૂત કરવા માટે અલગ-અલગ ઇઝરાયલનો પ્રવાસ કર્યો છે. રક્ષા સચિવની યાત્રા દરમિયાન, બંને દેશોએ રક્ષા સહયોગના નવા ક્ષેત્રની ઓળખ કરવા માટે એક વ્યાપક 10- વર્ષીય રોડમેપ તૈયાર કરવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. 

તેલ અવીવ, ઇઝરાયલમાં આયોજીત દ્વિપક્ષીય રક્ષા સહયોગ પર ભારત-ઇઝરાયલ સંયુક્ત કાર્ય સમૂહ (જેડબ્લ્યૂજી) ની 15મી બેઠક દરમિયાન આ નિર્ણય આવ્યો. બેઠકની સહ-અધ્યક્ષતા કુમાર અને ઇઝરાયલના રક્ષા મંત્રાલયના ડાયરેક્ટર મેજર જનરલ (સેવાનિવૃત) અમીર એશેલે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news