સુરત : શાકભાજી માર્કેટમાં ખેલાયો ખૂની ખેલ, યુવક 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો, પણ....
ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે શહેરના લિંબાયત શાકભાજી માર્કેટમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો. હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. યુવકના મૃતદેહ સાથે પરિવારજનો સહિત સ્થાનિકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. જોકે પોલીસે તમામને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. મહત્વનું છે કે પ્લમ્બરનું કામ કરતાં 30 વર્ષીય કપિલ સંતોષ કોલી સાથે અગાઉ 17 વર્ષના તરૂણનો ઝધડો થયો હતો. જેની અદાવતમાં 17 વર્ષના તરૂણે તેના 13 વર્ષના અન્ય તરૂણ તેમજ અન્ય એક સાગરિત સાથે મળીને લિંબાયતની શાકભાજી માર્કેટમાં કપિલને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કપિલને ચપ્પું મારીને હત્યારાઓ માર્કેટમાંથી ભાગતા હતા તે વખતે માસી જોડે માર્કેટ જતા 22 વર્ષીય રવિસિંગ દીપકસિંગ રાજપૂતનો હાથ હત્યારાઓને અડી જતા તેને પણ ચપ્પું મારી દીધું હતું. મૃતક કપિલની પત્ની અને ચાર સંતાન છે. કપિલના મોતથી પરિવાર આભ તૂટી પડ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લિંબાયત પોલીસે બે તરૂણોને ઝડપી પાડયા, અન્ય એક ફરાર થઈ ગયો છે તેની શોધખોળ ચાલી રહી છે. લિંબાયત પોલીસે બે હત્યારાઓને ઊંચકી લાવી છે. જેમાં બન્ને તરૂણ છે. લોકોએ ધારાસભ્યના કાર્યલયનો ઘેરાવ કરી વિરોધ કરી રહ્યા છે. પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે અને મામલો શાંત પાડવાના પ્રયાસ ચાલી રહી છે.
Trending Photos
તેજશ મોદી/સુરત :ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ક્રાઇમ (Crime) ની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે ત્યારે શહેરના લિંબાયત શાકભાજી માર્કેટમાં ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. જેમાં એક યુવકે 200 મીટર સુધી હત્યારાઓથી જીવ બચાવીને ભાગ્યો છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો. હત્યાના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. યુવકના મૃતદેહ સાથે પરિવારજનો સહિત સ્થાનિકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો અને ન્યાયની માંગ કરી હતી. જોકે પોલીસે તમામને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
પ્લમ્બરનું કામ કરતાં 30 વર્ષીય કપિલ સંતોષ કોલી સાથે અગાઉ 17 વર્ષના તરૂણનો ઝધડો થયો હતો. જેની અદાવતમાં 17 વર્ષના તરૂણે તેના 13 વર્ષના અન્ય તરૂણ તેમજ અન્ય એક સાગરિત સાથે મળીને લિંબાયતની શાકભાજી માર્કેટમાં કપિલને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કપિલને ચપ્પુ મારીને હત્યારાઓ માર્કેટમાંથી ભાગતા હતા. તે વખતે માસી જોડે માર્કેટ જતા 22 વર્ષીય રવિસિંગ દીપકસિંગ રાજપૂતનો હાથ હત્યારાઓને અડી જતા તેને પણ ચપ્પું મારી દીધું હતું.
મૃતક કપિલના પરિવારમાં પત્ની અને ચાર સંતાન છે. કપિલના મોતથી પરિવાર આભ તૂટી પડ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લિંબાયત પોલીસે બે તરૂણોને ઝડપી પાડ્યા, અન્ય એક ફરાર થઈ ગયો છે. તેની શોધખોળ ચાલી રહી છે. લિંબાયત પોલીસે બે હત્યારાઓને ઊંચકી લાવી છે. જે બન્ને તરૂણ છે. લોકોએ ધારાસભ્યના કાર્યલયનો ઘેરાવ કરી વિરોધ કરી રહ્યા છે. પોલીસ કાફલો તૈનાત કરી દીધો છે અને મામલો શાંત પાડવાના પ્રયાસ ચાલી રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે