સાસુ-વહુનો સંબંધ હોય તો આવો! મધર્સ ડેના આગલા દિવસે બનેલી ઘટના જાણીને ભીના થશે તમારા આંખના ખૂણા

માતા દ્વારા તેના બાળકો, પરિવાર માટે આપવામાં આવેલા બલિદાનની તુલના વિશ્વમાં શક્ય નથી પરંતુ આજે વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યું છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઇ રહ્યો છે.

 સાસુ-વહુનો સંબંધ હોય તો આવો! મધર્સ ડેના આગલા દિવસે બનેલી ઘટના જાણીને ભીના થશે તમારા આંખના ખૂણા

અતુલ તિવારી/અમદાવાદ: આમ તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે જુદા જુદા દિવસોની ઉજવણી કરતા હોય છે પરંતુ આજે સમગ્ર વિશ્વમાં માતૃદિવસની ઉજવણી કરાઇ રહી છે. કહેવામાં આવે છે કે વિશ્વમાં ઈશ્વર બધે પહોંચી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું. માતાનો સ્નેહ અને માતાનું સમર્પણ સૌ કોઈને એના જીવનમાં શ્રેષ્ઠ બનાવે છે એટલે માતાનું કદ વિશ્વમાં ઈશ્વર બરોબર માનવામાં આવે છે. વિશ્વનો કોઈપણ વ્યક્તિ તેના જીવનમાં ગમે એટલી ઊંચાઈ હાંસિલ કરી લે પંરતુ માતાનું ઋણ ક્યારેય ઉતારી શકતો નથી.

માતા દ્વારા તેના બાળકો, પરિવાર માટે આપવામાં આવેલા બલિદાનની તુલના વિશ્વમાં શક્ય નથી પરંતુ આજે વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યું છે, જે સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થઇ રહ્યો છે. મહારાષ્ટ્રના વતની અને અમદાવાદની કિડની હોસ્પિટલમાં સારવાર માટે આવેલા સુષ્મા તાપ્સેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી ત્યારે સુષમાને કિડની આપવા પરિવારના તમામ સભ્યો તૈયાર તો થઈ ગયા પરંતુ કોઇક ને કોઇક કારણોસર સુષમાને કિડની આપવામાં મુશ્કેલી નડી આવી કઠીન પરિસ્થિતિઓની વચ્ચે સુષ્માને કિડની આપી તેના સાસુએ. જી હા... સામાન્ય રીતે સમાજમાં અને ટીવી સિરિયલમાં પણ વહુ અને સાસુનો સંબંધ પૂર્વ પશ્ચિમ દિશાની જેમ એકબીજાની વિરુદ્ધમાં જોવા મળતો હોય છે. પરંતુ એક સાસુએ માતૃદિવસના એક દિવસ અગાઉ પોતાની 31 વર્ષીય વહુને કિડની ડોનેટ કરી સમાજમાં સાસુ અને વહુનાં સંબંધોને લઈ હંમેશા સાંભળવા મળતી નકારાત્મકતાથી દૂર એક મિસાલ કાયમ કરી છે.

No description available.

મહારાષ્ટ્રના ચંદ્રપુરામાં રહેતી 31 વર્ષીય સુષ્માને વર્ષોથી થાઈરોઈડની સમસ્યા હતી, પરંતુ છેલ્લા 9 મહિના દરમિયાન સુષ્માની કિડની પણ ફેઇલ થઈ. આવી વિકટ સ્થિતિમાં સુષ્માનો ઈલાજ શરૂઆતના સમયમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં થયો પરંતુ સારવાર ખર્ચાળ હોવાથી વધુ ઈલાજ માટે સુષ્મા તેના પરિવાર સાથે અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવી. ડાયાલિસિસની પીડાદાયક સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ફરજિયાત હતું. પરંતુ પરિવારના સભ્યોની એક બાદ એક કિડની મિસ મેચ થતા સુષ્માને ભવિષ્ય ધૂંધળું નજર આવી રહ્યું હતું. 3 વર્ષની પુત્રીનું શું થશે સહિતની અનેક ચિંતાઓમાં સુષ્મા સરી પડી. આવી વિકટમાં સ્થિતિમાં સુષ્માને વહારે આવ્યા એના સાસુ. જેમને જાતે જ સુષ્માને પોતાની કિડની આપવાનો નિર્ણય કર્યો. સુષ્માની સાસુએ સુષ્માને કહ્યું કે, 'બેટા તું ચિંતા ના કર, મારી કિડની તારી સાથે મેચ થઈ રહી છે, મેં રિપોર્ટ કરાવ્યો છે, હું આપીશ તને કિડની અને તારી રક્ષા કરીશ'

No description available.

ઝી કલાક સાથે વાત કરતા નવજીવન મેળવનાર સુષ્માએ કહ્યું કે, મને જેવા સાસુ મળ્યા છે તે મને નવજીવન આપ્યું છે તેવા સાસુ સૌ કોઈને મળે. મારા સાસુ દ્વારા આપવામાં આવેલી કિડનીનો ઋણ હું ઉતારી નહીં શકું. નવ મહિનાથી કિડની સમસ્યાથી પીડાઈ રહી હતી પરિવારના સૌ કોઈ કિડની આપવા તૈયાર હતા પરંતુ કોઇને કોઇ કારણોસર કિડની મેચ થતી હતી આખરે વિના સંકોચે સામેથી મારા સાસુ એ મને પોતાની દીકરી સમજી ને પોતાના જીવનની ચિંતા કર્યા વિના એમની કિડની મને નવજીવન આપ્યું છે. સાથે જ અમદાવાદની કિડની હોસ્પિટલ દ્વારા મને આપવામાં આવેલી સારવાર તેમજ અહીંના તમામ ડોક્ટર્સ અને નર્સિંગ સહિતના તમામ કર્મચારીઓ દ્વારા કરાયેલા ઇલાજને લઈ હું સૌની આભારી છું.

જો કે ભુતકાળમાં એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમાં માતાએ તેના બાળકને પોતાની કિડની ડોનેટ કરી હોય. માતા દ્વારા તેના બાળકને કિડની ડોનેટ કરી હોય એવા કિસ્સાઓ અંગે વાત કરતાં અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના ડાયરેક્ટર કહે છે કે પાંચ વર્ષમાં 490 કરતા વધુ કિડની માતાઓ દ્વારા તેમના બાળકને ડોનેટ કરવામાં આવી છે. આ સિવાય છેલ્લા એક વર્ષમાં 85 જેટલા કેસમાં કિડની માતા તરફથી તેમના બાળકને આપીને નવજીવન આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news