'મધર ઈન્ડિયા' ભીખીબહેને લોકશાહીના પર્વમાં લીધો ભાગ, આપ્યો સંદેશ

મહુવા તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું.

'મધર ઈન્ડિયા' ભીખીબહેને લોકશાહીના પર્વમાં લીધો ભાગ, આપ્યો સંદેશ

ચેતન પટેલ, સુરત: મધર ઇન્ડિયા (Mother India) ફિલ્મમાં નરગીસ (Nargis) દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબેન નાયકા (Bhikiben Nayaka) એ મતદાન કરી મતદાન કરવાની સાથે જ લોકશાહીના મહાપર્વમાં સૌ કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ ની અપીલ કરી હતી.

મહુવા (Mahuva) તાલુકાના 'મધર ઈન્ડિયા' તરીકે ઓળખાતા ભીખીબહેન (Bhikiben Nayaka) કહે છે કે, મધર ઈન્ડિયા (Bhikiben Nayaka) ના શુટીંગ સમયે મારી ઉમર 15 થી 17 વર્ષની હતી. અમારા ગામની નજીકમાં શુટીંગ થયું હતું. ફિલ્મમાં આગના દ્રશ્યના શુટીંગ સમયે અભિનેત્રી નરગીસ દત્ત આગમાં દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી ફિલ્મના નિર્માતા મહેબુબે નરગીસ જેવો ચહેરો હોય તેવી ગામની બહેનોને શુટીંગમાં લેવાની વાત કરી.

ઉમરા અને આસપાસના ગામની ચાલીસેક છોકરીઓમાંથી મારી પસંદગી કરવામાં આવી હતી. ફિલ્મમાં લગ્નના પ્રસંગમાં નરગીસની માતાની ભૂમિકા પણ ભીખીબહેને બખૂબીથી નિભાવી હતી. ભીખીબહેન ધો.૬ સુધી ભણ્યા છે આજે પણ કોઈના સહારા વિના ઘરનું બધુ કામ જાતે કરે છે.

75 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ આજે મહુવા તાલુકાના ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. દરેક ચૂંટણીમાં અચૂક મતદાન કરતા ભીખીબેન જણાવે છે કે, જાગૃત્ત ભારતીય તરીકે મતદાનની ફરજ નિભાવવી જ જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news