લોકડાઉનમાં ફસાયેલા 400 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાયા, ટેસ્ટ બાદ ઘરે છોડાશે

સમગ્ર ભારતમાં નોવેલ કોરોના વાઇરસ ને લઈ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતના ચારસોથી વધુ વિદ્યાર્થીઓને રાજસ્થાનના કોટાથી વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અંદાજે પંદર જેટલી બસો મારફતે આજે ગુજરાત પરત લવાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓના વિદ્યાર્થીઓ કોટા ખાતે અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યાં હતાં.
લોકડાઉનમાં ફસાયેલા 400 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લવાયા, ટેસ્ટ બાદ ઘરે છોડાશે

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સમગ્ર ભારતમાં નોવેલ કોરોના વાઇરસ ને લઈ લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતના ચારસોથી વધુ વિદ્યાર્થીઓને રાજસ્થાનના કોટાથી વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અંદાજે પંદર જેટલી બસો મારફતે આજે ગુજરાત પરત લવાયા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓના વિદ્યાર્થીઓ કોટા ખાતે અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યાં હતાં.

કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર, કેટલાક hotspots એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા 

ગુજરાત રાજ્યના 400 થી વધુ વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટામાં રહીને અભ્યાસ કરતા હતા. જેઓ લોકડાઉન થતા જ ત્યાં હોસ્ટેલોમાં જાણે કેદ થઇ ચૂક્યા હોય તેવી હાલતમાં આવી ગયા હતા. તો બીજી તરફ અન્ય પ્રદેશમાં વિદ્યાર્થીઓને જમવા અને અન્ય સમસ્યાઓનો માનસિક ભાર વેઠવો પડી રહ્યો હતો. જેને લઇને વાલીઓ દ્વારા રજુઆત કરાઈ હતી, તેમજ વિદ્યાર્થીઓએ પણ સરકારને મેઈલ દ્વારા રજૂઆત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

અમદાવાદ: 8 લોકો કોરોનાના સુપર સ્પ્રેડર બન્યા, 7 એરિયા ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી મુક્ત થયા 

છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકાર આ માટે દબાણ પણ વધાર્યુ હતું. જેને લઇને સરકારે તમામ બાળકોને પરત ગુજરાત લાવવા માટે એસટીની 1500 બસો પોલીસ બંદોબસ્ત સાથે કોટા ગઇકાલે મોકલવામાં આવી હતી. તે તમામ બસો આજે સવારે પરત ફરી હતી. સવારે શામળાજી અને બપોરે હિંમતનગર પહોંચતા જ વિદ્યાર્થીઓને રાહત થઇ હતી કે, પોતે વતન પરત ફર્યા છે. 

રમજાનમાં કોરોના વકરે નહિ તે માટે સુરતમાં કરાયું આગોતરા પ્લાનિંગ 

વિદ્યાર્થીઓને અમદાવાદ ટેસ્ટ માટે લવાયા
વિદ્યાર્થીઓને અમદાવાદના એસજી હાઇવે આવેલ મહેસૂલ વિભાગની કચેરી ખાતે 400 જેટલા વિદ્યાર્થીઓને એસટી બસમાં લાવ્યા હતા. મહેસૂલ વિભાગની કચેરી ખાતે તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તમામને પોતાના ઘરે એસટી બસ દ્વારા છોડવામાં આવશે.   

બસને સેનેટાઈઝ કરાઈ

હિંમતનગર એસટી બસ સ્ટેશનને પાલિકા દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યું. હિંમતનગર એસ સ્ટેશનમાં કોટાથી વિદ્યાર્થીઓ આવ્યા હતા. રાજસ્થાન કોટાથી આવેલી બસ ડીઝલ પુરાવવા હિંમતનગર એસટી સ્ટેશનમાં આવી હતી. જેથી સમગ્ર સ્ટેશનને સેનેટાઈઝ કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news