કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના

રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે

કોરોનાના શિકાર બન્યા ભાજપ-કોંગ્રેસના નેતાજી, 8 કલાકમાં ભાજપના 5 નેતાઓને કોરોના

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોના (Coronavirus) નો ફફડાટ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 15થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતા (corona to leaders) ઓને પણ કોરોના થયો છે. ગુજરાતના ત્રીજા સાંસદ ડૉ.કિરીટ સોલંકી પણ કોરોના સંક્રમિત થયા છે. આમ એક જ દિવસના 8 કલાક દરમિયાન ભાજપના પાંચ નેતાઓ કોરોનાનો શિકાર બન્યા છે. 

અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત 

16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રીને કોરોના
રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 16 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે ગઈકાલે સવારે  સુરતના મજૂરા વિધાનસભા બેઠક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હર્ષ સંઘવી બાદ સાંજે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી અને પ્રદેશ યુવા મોરચાના કોષાધ્યક્ષ સત્યદિપસિંહ પરમાર પણ કોરોનાગ્રસ્ત થયા હતા. બંન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ પણ પોઝિટિવ આવ્યો છે.

સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....

નામ પક્ષ હોદ્દો હાલની સ્થિતિ
હર્ષ સંઘવી ભાજપ ધારાસભ્ય સારવાર હેઠળ
કિશોર ચૌહાણ ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
નિમાબહેન આચાર્ય ભાજપ ધારાસભ્ય સારવાર હેઠળ
બલરામ થાવાણી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
પૂર્ણેશ મોદી ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
જગદીશ પંચાલ ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
કેતન ઈનામદાર ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
વી.ડી. ઝાલાવાડિયા ભાજપ ધારાસભ્ય ડિસ્ચાર્જ
રમણ પાટકર ભાજપ રાજ્યકક્ષાના મંત્રી ડિસ્ચાર્જ
સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
નિરંજન પટેલ કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
કાન્તિ ખરાડી કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ચિરાગ કાલરિયા કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
રઘુ દેસાઈ કોંગ્રેસ ધારાસભ્ય ડિસ્ચાર્જ
શંકરસિંહ વાઘેલા   પૂર્વ મુખ્યમંત્રી ડિસ્ચાર્જ
ભરતસિંહ સોલંકી કોંગ્રેસ પૂર્વ કેન્દ્રીય મંત્રી સારવાર હેઠળ
રમેશ ધડુક ભાજપ સંસદ સભ્ય સારવાર હેઠળ
અમિત શાહ ભાજપ કેન્દ્રીય ગૃહમંત્રી ડિસ્ચાર્જ
ડો.કિરીટ સોલંકી ભાજપ સંસદ સભ્ય હોમ ક્વોરન્ટીન
હકુભા જાડેજા    મંત્રી સારવાર હેઠળ

ભરતસિંહ સોલંકી 67 દિવસથી સારવાર હેઠળ
બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 67 દિવસથી સારવાર હેઠળ છે. જો કે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ જનરલ વોર્ડમાં છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો કોંગ્રેસના 8થી વધુ નેતાઓને કોરોના થયો અને બીજી તરફ ભાજપમાં 12થી વધુ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આમ ચોક્કસથી કહી શકાય કે કોરોનાના આ કહેરથી ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ નથી બચી શક્યા. હાલ કુલ ચાર નેતાઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. બાકી તમામને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ હર્ષ સંઘવી, ભાજપના ધારાસભ્ય નિમાબહેન આચાર્ય, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને સંસદ સભ્ય રમેશ ધડુક હાલ સારવાર હેઠળ છે. 

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news