મોરબીના પાંચ દાયકામાં જે ન થયું તે ચાર ચોપડી ભણેલા ગુજરાતીએ કરી બતાવ્યું, દરેક ભારતીય આ ઘડિયાળ ખરીદવા માંગશે
Worlds First Watch According Indian Calender : સાત વર્ષના રીસર્ચ પછી માત્ર નવ ધોરણ ભણેલા મોરબીના યુવાને બનાવી વિશ્વની પહેલી તીથી ધડીયાલ: ટેકનોલોજી, સંસ્કૃતિ અને વૈદનો અનોખો સંયોગ
Trending Photos
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : ભારત દેશને સમયની સાથે ચાલવાનું શીખવનાર મોરબી શહેરની અંદર અનેક પ્રકારની ઘડીયાલો છેલ્લા પાંચ દાયકથી બનાવવામાં આવી રહી છે જોકે, લાતી પ્લોટમાં કારખાનું ધરાવતા માત્ર નવ ધોરણ ભણેલા ઉદ્યોગપતિએ સાત વર્ષ સુધી રિસર્ચ કરીને વિશ્વની પહેલી તિથી ઘડિયાલ બનાવી છે જેમાં ભારતીય કેલેન્ડર મુજબ તિથી, ચોઘડિયા અને મહિના બતાવશે જેથી કરીને આ ઘડિયાળ સામાન્ય ઘડીયાલ કરતા અલગ હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બની છે.
ઘડિયાલ ઉદ્યોગના હબ તરીકે મોરબી ન માત્ર ભારત પરંતુ દેશ અને વિદેશમાં પણ જાણીતું છે જેથી કરીને દેશ-વિદેશમાંથી ઘડિયાલ લેવા માટે ગ્રાહકો મોરબીમાં આવતા હોય છે અને ખાસ કરીને મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારની અંદર આવેલા નાના મોટા ઘડિયાલના કારખાનાઓની અંદર અવનવી ઘડિયાળ અવનવી ડિઝાઇનોમાં બનતી હોય છે. જો કે, મૂળ મુંબઈના રહેવાસી અને છેલ્લા દોઢ વર્ષથી મોરબીમાં રવાપર ગામ ખાતે રહેતા દિપકભાઇ ચંદુભાઈ રાજાણી કે જેને માત્ર નવ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, તેઓએ સાત વર્ષ સુધી રિસર્ચ કરીને એક અનોખી તિથી ઘડિયાળી બનાવી છે, જે અંગ્રેજી કેલેન્ડર સાથે જોડાયેલા ભારતીય લોકોને ફરી ભારતીય સંસ્કૃતિ, તિથી, વૈદ સાથે જોડશે.
આજે દેશ અને વિદેશમાં લોકોના ઘર અને ઓફિસ સુધી મોરબીની જુદીજુદી ઘડિયાળ પહોંચતી હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો મોરબીમાં લાટી પ્લોટ શેરી- ૨ માં ગ્લેબલ કેલ કારખાનું આવેલું છે. ત્યારે મોરબીમાં પાંચ દાયકમાં જેવી ઘડિયાળ નથી બનાવવામાં આવી તેવી ટેક્નોલોજીના તાલમેલ સાથે વૈદિક ઘડિયાલ બનાવી છે. જે ના માત્ર મોરબી કે ભારત પરંતુ વિશ્વની પહેલી એવી ઘડિયાળ છે કે, જેમાં એક જ ઘડિયાળમાં જુદાજુદા એક કે બે નહીં પરંતુ 50 જેટલા કેલેન્ડરને ચેપમાં સમાવી લેવામાં આવ્યા છે. જેથી કરીને હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે કોઈ પણ આ ઘડિયાળ લઈ જઈને તેના ઘરે લગાવશે તો તેઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ નહીં પરંતુ કારતક, મગસર, પોશ વગેરે ગુજરાતી મહિના તેમજ ચોઘડિયા અને તિથી પણ બતાવશે. સૌથી મોટી વાત એ છે કે, કારખાનેદાર આગામી સમયમાં વધુને વધુ મહિલાઓને રોજગારી મળે તે દિશામાં કામ કરી રહ્યા છે.
દિપકભાઇ રાજાણીનો અભ્યાસ ઓછો હતો જો કે, તેમને આઇટી ક્ષેત્રની સામે લગાવ હતો. જેથી તેઓએ વર્ષો સુધી સિંગાપોરની આઇટી કંપની સાથે કામ કર્યું હતું અને ત્યારે વર્ષ ૨૦૧૫ માં તેઓએ પહેલી તિથી દર્પણ એટ્લે કે પંચાંગ આધારિત તિથિ ઘડિયાળ બનાવવાનો વિચાર આવ્યો હતો. સામાન્ય રીતે ઘડિયાશમાં સમય જોઈ શકાય છે. પરંતુ દીપકભાઇએ બનાવેલ આ વિશ્વની અનોખી ઘડિયાળમાં ન માત્ર સમય, પરંતુ ગુજરાતી મહિના, ચોઘડિયા અને તિથી જોઈ શકાય છે. આ ઘડિયાશના રિસર્ચ માટે તેઓને તેમની પત્નીના દાગીનાને પણ બેંકમાં મૂકવા પડ્યા હતા. પરંતું આજે તેમની મહેનત રંગ લાવી .છે ત્યારે સમગ્ર પરિવારમાં હર્ષની લાગણી છે. આટલું જ નહીં, આજે તેમની ગ્લોબલ ક્લે કંપની સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને એમએસએમઇમાં રજીસ્ટર્ડ થઈ ગઈ છે. આ ઘડિયાળની હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ માંગ છે. જો કે, ભવિષ્યમાં વિશ્વભરમાં આ ઘડિયાલની માંગ રહેશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
આ ઘડિયાળ બનાવવા માટે તેને દરેક સમાજના પંચાંગનો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી કઈ રીતે બધી જ માહિતી એક સાથે એક જ ચિપમાં સેટ કરી શકાય તે જોયા પછી હાલમાં ૫૦ પંચાંગનો તેમાં સમાવેશ કરેલ છે. જો કે, ભવિષ્યમાં વિશ્વના 250 કરતાં વધુ પંચાંગ આ એક જ ઘડિયાળમાં સેટ કરી શકાય તેના માટેનુ કામ હાલમાં દીપકભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, તેની પાસેથી ઘડિયાલ ઉદ્યોગ કે પછી ઇલેક્ટ્રોનિક્સ અંગેનું કોઈ જ્ઞાન કે માહિતી ન હતી. પરંતુ કઈક એવી ઘડિયાળ બનાવવી હતી જે આજકાલની પેઢી ભારતીય સંસ્કૃતિથી વિમુખ થઈ રહી છે તેને તિથી, ચોઘડિયા કે મહિના વિષેની માહિતી હોતી નથી. આ ઘડિયાળ તેમને ટેક્નોલોજીના સંગમ સાથે સંસ્કૃતિ અને વૈદ સાથે જોડશે. જેથી કરીને વર્ષોથી લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાના ધરાવતા ઉદ્યોગકારો પણ દીપકભાઈની આ ઘડિયાલ જોઈને ચોંકી ગયા છે અને તેની ભારોભાર પ્રસંશા કરી રહ્યાં છે.
મોરબીમાં બધી ઘડિયાળ અને દેશ તથા વિદેશમાં પહોંચાડવા માટે ઘણા બધા વેપારીઓ મોરબીના ઉદ્યોગકારો પાસેથી ઘડિયાળનો માલ લેવા માટે આવતા હોય છે, તેવી જ રીતે ખાસ કરીને વિશ્વની જે પહેલી તિથી ઘડિયાળ હાલમાં દીપકભાઇએ સાત વર્ષના રિસર્ચ પછી બનાવી છે. તે પણ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જે આગામી સમયમાં ન માત્ર મોરબી, પરંતુ ભારતના દરેક રાજ્ય અને વિદેશમાં પણ મોરબીની એક આગવી ઓળખ સમાન તરીકે ઊભરી આવશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે