સૂર્યગ્રહણ અને મોરબી દુર્ઘટનાને શું કનેક્શન છે ? અશુભ યોગ આફતો સર્જે છે, ભૂતકાળમાં છે પુરાવા
Morbi Bridge Tragedy : સૂર્યગ્રહણ બાદ અનેક કુદરતી આફતો સર્જાતી હોય છે તેવુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે. એટલુ જ નહિ, સૂર્યગ્રહણ બાદ અનેક તારાજી સર્જાઈ હોય તેવા પુરાવા પણ ભૂતકાળમાં છે, તો શું મોરબી દુર્ઘટના પાછળ પણ સૂર્યગ્રહણ જવાબદાર છે?
Trending Photos
બ્યૂરો :રવિવારે ગુજરાતમાં દુર્ઘટનાઓની લિસ્ટમાં વધુ એક દુર્ઘટના ઉમેરાઈ. કોઈ વિચાર્યુ પણ ન હતું કે ફરવા ગયેલા લોકોને આ રીતે મોત મળશે. મોરબી હોનારતમાં મૃત્યુઆંક 132 પર પહોંચ્યો છે. જેમાં 78 પુખ્યવયના વ્યક્તિઓ અને 56 બાળકો સામેલ છે. ત્યારે મોરબી હોનારત અને સૂર્યગ્રહણને શુ કોઈ સંબંધ છે? તાજેતરમાં 25 ઓક્ટોબર 2022 ના રોજ સૂર્યગ્રહણ થયું હતું. ત્યારે સૂર્યગ્રહણ બાદ અનેક કુદરતી આફતો સર્જાતી હોય છે તેવુ જ્યોતિષ શાસ્ત્રી કહે છે. એટલુ જ નહિ, સૂર્યગ્રહણ બાદ અનેક તારાજી સર્જાઈ હોય તેવા પુરાવા પણ ભૂતકાળમાં છે.
જ્યોતિષ શાસ્ત્રી ચેતન પટેલના જણાવ્યા અનુસાર, સૂર્યગ્રહણ વખતે સુર્ય સાથે ચારથી વધુ ગ્રહોથી કોઈ પણ અશુભ યોગ થયો હોય અને ગુરુ પણ શુભ ના હોય કે પીડિત હોય ત્યારે તે સૂર્યગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઈ હોવાના ઘણા પુરાવા છે. શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની સીધી અસર સમગ્ર જગત પર પડે છે. કેમકે આપણા જગતનો સૂર્ય જનક છે, સૂર્યગ્રહણ પહેલાના 12 કલાકથી ગ્રહણની અસર શરૂ થઈ જાય છે અને તેની ગાઢ અસર લગભગ 40 દિવસ અને ક્યારેક 2 મહિના અને ક્યારેક 6 મહિના સુધી દેખાય છે, જેના પુરાવા થોડું ભૂતકાળને ચકાસીએ તો મળે છે.
ભૂતકાળમાં સૂર્યગ્રહણ બાદ અનેક કુદરતી આફતો સર્જાઈ છે. જેમ કે,
- 26 જાન્યુઆરી 2001 નો ગુજરાત ભૂકંપ. જેમાં 20 હજારથી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા. તે પહેલા ૨૫ ડિસેમ્બર 2000 ના રોજ સૂર્ય ગ્રહણ થયું હતું. સૂર્ય, ચંદ્ર, બુધ, કેતુ, ધન રાશિમાં અને રાહુ મીન રાશિમાં હતા અને શુભ ગ્રહ ગુરુ મકરમાં નીચનો હતો.
- 16 જૂન 2013 ની કેદારનાથની વિનાશક ઘટના બની હતી, જેમાં હજારો લોકોના પ્રાણ ગયા હતા. તે પહેલા 10 મે 2013 ના રોજ સૂર્યગ્રહણ થયું હતું. તે સમયે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, કેતુ, મેષ, રાશિમાં અને શનિ રાહુ તુલા રાશિમાં હતા.
- 25 એપ્રિલ 2015ના રોજ નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં પણ 8 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. તે પહેલા પણ તારીખ 20 મી માર્ચ 2015 ના રોજ સૂર્યગ્રહણ થયું હતું. તે સમયે સૂર્ય-ચંદ્ર-મંગળ-કેતુ મીન રાશિમાં હતા અને કન્યા રાશિમાં રાહુ હતો
- 16 ઓગસ્ટ 2018 ના રોજ કેરળમાં સદીનો સૌથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં પણ સેંકડો લોકોએ જાન ગુમાવ્યા અને ઘર વિહોણા થયા. તે પહેલા પણ 11 ઓગસ્ટ 2018 ના રોજ સૂર્યગ્રહણ થયું હતું. ત્યારે સૂર્ય, ચંદ્ર, બુધ, રાહુ, કર્ક રાશિમાં અને મંગળ કેતુ મકર રાશિમાં હતા.
- 26 ડિસેમ્બર 2019 ના રોજ ધન રાશિમાં સાત ગ્રહો સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ, કેતુ, બુધ, ધન રાશિમાં અને મિથુન રાશિમાં રાહુના અશુભ યોગ સાથે સૂર્યગ્રહણ થયુ હતું. ત્યારબાદ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધી હતી. જેમાં પણ લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કરોડોના જીવ જોખમમાં આવ્યા હતા.
ભારતમાં 2022 નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરના રોજ થયું હતું. તે સમયની ગ્રહોની સ્થિતિ જોઈએ તો સૂર્ય, ચંદ્ર, શુક્ર, કેતુ, તુલા રાશિમાં અને રાહુ મેષ રાશિમાં હતો. અહી શુભ ગ્રહ ગુરુ ઉપર ગોચરના શનિની દ્રષ્ટિ હતી. જેના પાંચમા દિવસે મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ઘટના બની, જેમાં પણ જાનમાલનું નુકસાન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે