ગુજરાતના વાતાવરણમાં 36 કલાકમાં આવશે મોટો ઉતારચઢાવ, વરસાદની પણ આગાહી

 ગુજરાતીઓને આગામી 36 કલાક વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે અગામી 36 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી જ ગુજરાતના આકાશમાં વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે આવી આગાહી છે.  
ગુજરાતના વાતાવરણમાં 36 કલાકમાં આવશે મોટો ઉતારચઢાવ, વરસાદની પણ આગાહી

ગુજરાત : ગુજરાતીઓને આગામી 36 કલાક વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે અગામી 36 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી જ ગુજરાતના આકાશમાં વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, કચ્છ, દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો હવામાન વિભાગે આવી આગાહી છે.  

  • જામનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગરનાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળીયા વાતાવરણને કારણે વરસાદ પડે તેવી શક્યતા  દેખાઈ રહી છે. શહેરમાં વાદળછાયા વાતાવરણનના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.
  • મહેસાણા બહુચરાજીમાં વાતાવરણમાં પલ્ટો યથાવત છે. આકાશમાં ફરી વાદળો છવાયા છે. વાદળ છાયું વાતાવરણ થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જેને કારણે જીરું, એરંડા, વરિયાળી તેમજ રાયડુ સહિતના પાકમાં રોગચાળોની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.
  • પાટણમાં બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો યથાવત છે. આકાશમાં છુટા છવાયા વાદળો ઘેરાયા  છે. જેને કારણે ખેડૂતોને જીરું સહિતના પાકમાં રોગચાળો આવે તેવી ભીતિ સેવાઈ રહી છે.
  • કચ્છના લખપત તાલુકામાં અનેક જગ્યાએ છાંટા પડ્યા. સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ  છવાયેલું છે. ઠંડા પવનના સુસવાટાથી તાપમાનનો પારો ગગડ્યો છે, તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ રહી છે. ભારે હિમવર્ષાને કારણે અહી રસ્તાઓ પર બરફના થર જામ્યાં છે. તો ઉત્તરાખંડમાં ગંગોત્રી-યમુનોત્રીના હાઇવે બંધ કરવાની ફરજ પડી છે. ભારે હિમવર્ષાને લીધે
જનજીવન પણ ઠપ્પ થઈ ગયું છે. બદ્રીનાથ, ઉત્તરકાશી, પિથોરાગઢ પર પહાડો પર સતત હિમવર્ષાથી મેદાની વિસ્તારમાં ઠંડી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news