સુરતઃ કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ, પૂર્વ IT અધિકારીએ PMને ટ્વીટ કરી CBI તપાસની માંગ કરી
પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વીટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી.
Trending Photos
ચેતન પટેલ, સુરતઃ સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી કલામંદિર જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે પીવીએસ શર્મા દ્વારા પ્રધાનમંત્રી મોદીને ટ્વીટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે.
પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વીટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી હોવાનું જણાવ્યું છે. પીવીએસ શર્માએ જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારે 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ થયું છે. જેમાં આખા કૌભાંડની રચના NCPના નેતાના પુત્રએ કરી છે. જ્યારે આ અંગે કલામંદિર જ્વેલર્સના મિલન શાહ દ્વારા ખુલાસો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી બહુચર્ચિત પૂર્વ ઇન્કમટેક્સ અધિકારીએ અધૂરી માહિતી આપી અને વડાપ્રધાન સહિત મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. આરઓસી પર અમારી તમામ માહિતી છે.
સોશિયલ મીડિયા સુરતના વેપારીઓ માટે બન્યું સંકટ સમયની સાંકળ, બદલી વેપાર કરવાની સ્ટાઈલ
નોટબંધી દરમિયાન સોનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે. ટ્વિટર પર શર્માએ લખ્યું છે કે, નોટબંધી સમયમાં 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વીકારવામાં આવી છે. તેમણે આ પ્રકારમાં થયેલા સેટલમેન્ટ અંગેની તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે