Airtel, Jio અને VIના દમદાર પ્લાન્સ, ખુબજ ઓછી કિંમતમાં મળી રહ્યો છે આ ફાયદો
Trending Photos
નવી દિલ્હી: તહેવારની સીઝનમાં પરિવાર અને સંબંધીઓમાં વાતચીત લાંબી થયા છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો નોર્મલ કોલની જગ્યાએ વોટ્સએપ કોલ (WhatsApp Call) જ વધારે કરે છે. તો આવો જાણીએ Airtel, Jio અને VI (Vodafone-Idea)ના કેટલાક સસ્તા અને દમદા પ્લાન્સ. જે ઓછી કિંમતમાં હોવા છતાં પણ તમને વધારે ડેટા આપે છે...
Airtelનો 298 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
પ્રીપેડ ઉપભોક્તાઓ માટે સારી વાત એ છે કે, તાજેતરમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ નવી નવી ઓફર્સ લઇને આવી રહી છે. આ વચ્ચે અમે તમને જણાવી રહ્યાં છે કે, એરટેલનો બેસ્ટ પ્લાન જેની કિંમત 300 રૂપિયાથી ઓછી છે. Airtelનો 298 રૂપિયાનો પ્લાન કંઇક એવો છે કે, આ પ્લાનમાં રોજના 2 GB ડેટાની સાથે 100 SMS મળશે. આ રિચાર્જ પ્લાનમાં તમને કોઇપણ નેટવર્કમાં કોલ કરવા માટે પૈસા ખર્ચ કરવા પડશે નહીં. સાથે જ એરટેલ આ પ્લાન અંતર્ગત એરટેલ એક્સ્ટ્રીમ (Airtel Xtreme) અને વિંક મ્યૂઝિક (Wynk Music)નું સબ્સક્રિપ્શન મફત આપી રહ્યું છે.
Jioનો 249 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
આ રીતે રિલાયન્સ જિયો તેના પ્રીપેડ કસ્ટમર્સ માટે 249 રૂપિયાનો પ્લાન લઇને આવ્યું છે. જેમાં કસ્ટમર્સને દરરોજના 2 GB ડેટાની સાથે 100 SMS મળશે. યૂઝર્સને કોઇપણ નેટવર્ક પર કોલ કરવા માટે 1000 એફયૂપી મીનિટ આપવામાં આવેશે. બીજા પ્લાન્સની જેમ કંપની જિયો ટૂ જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની (Unlimited Calling) સુવિધા આપે છે. આ ઉપરાંત કસ્ટમર્સને જિયો એપ (Jio App)નું સબ્સક્રિપ્શન મફત આપશે.
VIનો 299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Vodafone અને idea (VI)ના યૂઝર્સને આ રિચાર્જ પ્લાનમાં રોજના 4 GB ડેટાની સાથે 100 SMS મળશે. સાથે જ યૂઝર્સ કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકશે. ગ્રાહકોને MPLમાં 125 રૂપિયાનું બોનસ કેસ અને ઝોમેટો (Zomato) પર ફૂડ ઓર્ડર કરવા પર 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે