જાહેર થયું AFCAT 2020નું રિઝલ્ટ, afcat.cdac.in પર ચેક કરો ઈન્ટરવ્યૂની તારીખ
Trending Photos
નવી દિલ્હી: ભારતીય વાયુ સેના (Indian Air Force)એ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર AFCAT 02/2020 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં સામેલ થયેલા તમામ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ afcat.cdac.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.
ડાયરેક્ટ લિંકથી જુઓ રિઝલ્ટ
વેબસાઈટ પર વિઝિટ કરવા ઉપરાંત ઉમેદવાર આ લિંક https://afcat.cdac.in/afcatreg/ પર ક્લિક કરીને પણ તેમની રિઝલ્ટ જોઇ શકે છે. ઓફિશિયલ વેબસાઈટ પર રિઝલ્ટ સંબંધિત નોટિસ પણ આપવામાં આવી છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
નચી આપેલા સ્ટેપ્સ દ્વારા ઉમેદવાર તેમનું AFCAT રિઝલ્ટ ચેક કરી શકે છે.
- AFCATની ઓફિશિયલ વેબસાઈટ afcat.cdac.in પર જાઓ.
- હોમપેજ પર ઉમેદવાર લોગિંનના વિકલ્પ પર ક્લિક કરો.
- AFCAT 02/2020 ને સિલેક્ટ કરો.
- એક લોગિંન પેજ ઓપન થશે
- તેમાં ઇ-મેઈલ આઇડીથી લોગિંન કરો, જેના દ્વારા તમે પરીક્ષા અને તેના પાસવર્ડ માટે નોંધણી કરી હતી.
- પેજ પર આપવામાં આવેલ સુરક્ષા કોડને પણ ભરો અને સબમિટ પર ક્લિક કરો.
- તમારુ રિઝલ્ટ ડિસપ્લે થઇ જશે. ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢો.
આ પણ વાંચો:- ઘરે બેઠાં Online ઇનકમ માટે આ છે બેસ્ટ ઓપ્શન્સ, જરૂરથી કરો Try
ઇન્ટરવ્યૂ સંબંધીત જાણકારી
ઓફિશિયલ વેબસાઇટ પર ઇન્ટરવ્યૂની તારીખ અને વેન્યૂ સંબંધીત જાણકારી આપવામાં આવી છે. AFCAT 02/2020માં સફળ ઉમેદવારો માટે તારીખ અને સ્થળ પસંદગીના વિકલ્પો આપવામાં આવ્યાં છે. તમામ ઉમેદવારો તારીખ 21 ઓક્ટોબર 2020ના રોજ સવારે 11:00થી 25 ઓક્ટોબર 2020ના રોજ સવારે 11:00 વાગ્યા સુધી તારીખ અને સ્થળ પસંદ કરી શકે છે. જેઓ 25 ઓક્ટોબર, 2020ના રોજ 11:00 સુધી સ્થળ અને તારીખ પસંદ કરી શકશે નહીં, તેઓને સિસ્ટમ દ્વારા ફાળવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે