સુરત : પગપાળા જતા શખ્સના હાથમાંથી ફોન ઝૂંટવીને ભાગી ગયા લૂંટારું

સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકોમાં લૂંટ ચલાવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં બની છે. વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરતના વિસ્તારમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટના સામે આવે છે. અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સુરત : પગપાળા જતા શખ્સના હાથમાંથી ફોન ઝૂંટવીને ભાગી ગયા લૂંટારું

ચેતન પટેલ/સુરત :સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાનીને કારણે લોકોમાં લૂંટ ચલાવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના વરાછા વિસ્તારમાં બની છે. વરાછા વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. સુરતના વિસ્તારમાં અવારનવાર મોબાઈલ સ્નેચીગની ઘટના સામે આવે છે. અસામાજિક તત્વોને ખાખી વર્દીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

સુરત શહેરના વરાછાના સરદાર નગર પાસે પોલીસ ચોકીની પાસે આવી જ એક મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી છે. જેમાં બે તસ્કરો રસ્તા પર ચાલીને જઈ રહેલા યુવકોના હાથમાંથી ફોન ઝૂંટવીને ચાલ્યા જાય છે. આ તસ્કરો બાઈક પર આવીને સમગ્ર ઘટનાને અંજામ આપે છે. 

સમગ્ર ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે ઈસમો મોબાઈલ હાથમાં લઈને પગપાળ પસાર થઈ રહ્યા હોય છે. અચાનક જ બાઈક પર આવેલા બે ચોર ખુલ્લેઆમ એક યુવકના હાથમાં મોબાઈલ સેરવી ફરાર થઈ જાય છે. શું પોલીસ દ્વારા આવા મોબાઈલ સ્નેચરો પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું? એ તો પ્રશ્ન જ બનીને રહી ગયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news