Statue of Unity જવુ હવે વધુ સરળ બનાવાયું, મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે બુકિંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) માટેની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યા વગર તેઓ QR કોડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Statue of Unity જવુ હવે વધુ સરળ બનાવાયું, મોબાઈલ એપ્લિકેશન પર કરી શકાશે બુકિંગ

જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) માટેની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. જેથી હવે પ્રવાસીઓ તેની પોતાની ટિકિટ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને તેની પ્રિન્ટ કર્યા વગર તેઓ QR કોડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ દ્વારા મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ મોબાઇલ એપ્લિકેશન એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ તેમાંથી પ્રવાસીઓ પોતાની જાતે જ જે-તે સમયે અને જે-તે તારીખે જવું હોય તે બુકિંગ કરાવી શકે છે. જેના બાદ ક્યુઆર કોડ આવશે. એટલે કે પ્રવાસીઓએ પોતાની ટિકીટ બુક કરાવે તો તેની પ્રિન્ટ કાઢવાની જરૂર નહિ પડે. ક્યુઆર કોડ સ્કેન કરાવી લીધા બાદ પ્રવાસીઓને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવુ નહિ પડે. 

આ અંગે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી CEO નિલેશ દુબેએ જણાવ્યું કે, આ એપનું નામ Statue Of Unity છે અને ત્યાંથી જ ટિકીટ બુક કરાવવી જોઈએ. આવા નામને મળતી અન્ય એપ પણ છે. તેથી પ્રવાસીઓએ ચેક કરીને એપ ડાઉલોડન કરવી, જેથી તેઓ છેતરાઈ ન જાય. અમે ગૂગલને આ ખોટી એપ દૂર કરવા પણ વિનંતી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news