મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી

અમદાવાદમાં ભાજપના મહેસૂલમંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે. 

મહેસૂલ મંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈએ ફાંસો લગાવીને આત્મહત્યા કરી

મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમાં ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિક પટેલના પિતરાઈ ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. ગૌતમ પટેલે શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો છે. અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા કેમ કરી છે તે અંગે હાલ કોઈ ચોક્કસ કે પ્રારંભિક કારણ સામે આવી શક્યું નથી. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સૂસાઈડ નોટ મળી આવી નથી. તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

વડોદરા : ચોરીમાં વપરાયેલા કટરથી ગયો ચોરનો જીવ, લોકર તોડતા ત્યાં જ ઢળી પડ્યો.... 

કૌશિક પટેલના ભાઈ ગૌતમ પટેલ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બપોરે બાર વાગ્યાના સુમારે તેઓએ રૂમમાં જઇ દુપટ્ટાથી પંખામાં ફાંસો બનાવી આપઘાત કર્યો હતો. 63 વર્ષીય ગૌતમ પટેલ કૌશિક પટેલના પિતરાઈ ભાઈ છે. મૃતક ગૌતમ પટેલના મૃતદેહને સોલા સિવિલ લાવી પોસ્ટ મોટર્મ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 

ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ દ્વારા શીલજ ખાતેના બંગલોમાં આત્મહત્યા કરી લેવામાં આવી છે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ છે. પોલીસ તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. કૌશિકભાઈના શિલજ ખાતેના શાલીન બંગલોઝમાં આ ઘટના ઘટી છે. જેમાં તેમના મોટાભાઈએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. રાજકીય ફેમિલી કનેક્શન હોવાને પગલે આ કેસમાં હવે ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના શીલજ વિસ્તારમાં શાલીન બંગ્લોઝ આવેલો છે, જ્યાં ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આત્મહત્યા કરી લીધી છે. આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ ગૌતમભાઈ ઉપરના માળે રૂમમાં ગયા હતા અને ગળાફાંસો ખાઈ લીધો હતો. 15-20 મિનિટ બાદ તેમના પત્ની ઉપર રૂમમાં ગયા અને દરવાજો ખોલી જોયું તો ગૌતમભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 

નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હોબાળો, વિદ્યાર્થીને બોલાવીને તેનુ સન્માન ન કરાયું

આ અંગે પ્રાપ્ત માહિતીઓ અનુસાર તેમણે આત્મહત્યા કેમ કરી છે તે અંગે હાલ કોઈ ચોક્કસ કે પ્રારંભિક કારણ સામે આવી શક્યું નથી. તેમણે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ ઘરમાં જ હતા. આ ઘટના અંગે પોલીસે જ્યારે જાણ્યું ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો તેમની પાસેથી હજુ કોઈ અંતિમચિઠ્ઠી મળી આવી નથી. જોકે તેઓના ભાઈ મહેસૂલ મંત્રી હોવાને કારણે આ ઘટના ભારે ચકચારી બની રહી છે. હવે આ ઘટનામાં શું કારણ સામે આવે છે અને પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે તે સમગ્ર બાબત પણ લોકોની મીટ મંડાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news