મનોજ તિવારીએ લોચો માર્યો? MHAએ કહ્યું- અમિત શાહનો કોરોના ટેસ્ટ થયો જ નથી
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના કોરોના રિપોર્ટ પર કન્ફ્યૂઝનની સ્થિતિ જોવા મંળી રહી છે. ભાજપના સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari) એ રવિવારે ટ્વિટ કરી કે શાહનો કોરોના ટેસ્ટ (Corona Virus Test) રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ થોડીવારમાં જ ન્યૂઝ એજન્સી ANIએ ગૃહ મંત્રાલયના હવાલે કહ્યું કે અમિત શાહનો કોરોના ટેસ્ટ હજુ થયો નથી. અધિકૃત રીતે તેની પુષ્ટિ પણ કરાઈ નથી કે ગૃહમંત્રી કોરોના મુક્ત થયા છે. બીજી બાજુ તિવારીએ પોતાની ટ્વિટ પણ ડિલિટ કરી છે.
અત્રે જણાવવાનું કે પ્રાથમિક લક્ષણ જોવા મળ્યા બાદ શાહને 2 ઓગસ્ટના રોજ કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદથી તેઓ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સારી હતી પરંતુ આમ છતાં સુરક્ષા કારણોસર તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહીં એમ્સની એક ટીમ તેમની દેખભાળ રાખી રહી હતી. હોસ્પિટલથી પણ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. હોસ્પિટલથી પણ તેઓ કોરોના વિરુદ્ધ લડાઈમાં એક્ટિવ છે અને દરેક સ્થિતિને મોનિટર કરી રહ્યાં છે.
#COVID19 test of Home Minister Amit Shah has not been conducted so far: Ministry of Home Affairs (MHA) Official https://t.co/8UaeUtNgBp
— ANI (@ANI) August 9, 2020
ટ્વિટર પર સક્રિય છે ગૃહમંત્રી
ગૃહમંત્રી અમિત શાહે પોતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે લખ્યુ હતું કે પ્રાથમિક લક્ષણો દેખાયા બાદ ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેમના સંપર્કમાં જે પણ આવ્યાં હોય તે લોકો પોતાની જાતને ક્વોરન્ટાઈન કરીને તપાસ કરાવે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેઘવાલ અને કૈલાશ ચૌધરી પણ કોરોના પોઝિટિવ છે. 8 ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને કર્ણાટકના સીએમ બીએસ યેદુરપ્પા પણ કોરોના સંક્રમિત થયા હતાં. યુપીના મંત્રી કમલરાનીનું કોરોનાથી મોત થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે