ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આનંદો! આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતીમાં શરૂ થશે
રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતી ભાષાને પ્રાધન્ય આપવા ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મેડિકલ ફેકલ્ટિમાં પણ તમામ વિષય ગુજરાતી અભ્યાસક્રમ બનાવાશે અને આવતા વર્ષથી ગુજરાતી ભાષામાં મેડિકલ અભ્યાસ શરૂ થઈ જશે. રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિની રચના કરવામાં આવી
જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 'ગુજરાત NEP સેલ' હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
‘Digi Locker’
રાજ્યની 45 જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.
સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે
સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.
ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું ૧૭,૮૧૨ કામો પૂર્ણ થયા હતા. જેમાં ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે ૨૪ હજાર ૪૧૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો.
રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.
21 હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ
રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા 21 હજાર વર્ગખંડો બાંધવા માટે કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને યોગ્ય ગુણવત્તાલક્ષી માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
માર્ચ ર૦ર૦ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના કોરોના કાળ દરમ્યાન કોઇ જ બાંધકામ પ્રવૃતિ ન થવાના કારણે રાજયમાં વર્ગખંડોની ઘટ વધી હતી. તા. ૩૦.૦૪.૨૦૨૨ સુધીમાં રાજયમાં લગભગ ૨૧ હજાર વર્ગખંડોની ઘટ ઉભી થઇ હતી. આ ઘટ દૂર કરવા માટે ર૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે ૧૦ હજાર નવા વર્ગખંડો બાંધવા તથા ૨૧ હજાર વર્ગખંડો રીપેર કરવા માટે વર્ક ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો છે અને બાંધકામની કામગીરી પણ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ, વર્ષ ૨૦૨૨ દરમ્યાન નવા ૧૯૬૮ વર્ગખંડોનું બાંધકામ તથા ૩૯૯૦ વર્ગખંડોનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે