Shubman Gill Sara Ali Khan: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી

Indian cricketers: શુભમનના આ નિવેદન વચ્ચે સારા અલી ખાન સાથે ક્રિકેટરની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં ક્યારેક આ બંને સ્ટાર્સ દુબઈ 2022માં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા તો ક્યારેક જયપુર એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા હતા.

Shubman Gill Sara Ali Khan: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી

Shubman Gill: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ક્રિકેટર શુભમન ગિલે એવી શાનદાર ઓપનિંગ કરી છે કે દરેક તેના પ્રશંસક બની ગયા છે. ગિલે 149 બોલમાં બેવડી સદી ફટકારી હતી અને 208 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટના મેદાન પર બેટિંગ કરતા આ ફેમસ ક્રિકેટરનું દિલ બે સુંદર મહિલાઓ પર પડી ગયું છે. આ બે સુંદરીઓમાંથી એક સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન છે અને બીજી સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર છે. જાણો શુભમન ગિલના પ્રેમ સંબંધ વિશે.

સારા અલી ખાન સાથેના અફેર પર આ વાત કહી
સારા અલી ખાન 23 વર્ષીય શુભમન ગિલ ઘણી વખત સાથે જોવા મળ્યો..જો કે તે પછી અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું.પરંતુ એક ટોક શોમાં સારા અને તેમના લિંકઅપના સમાચાર પર શુભમને એવી વાત કહી હતી કે આ અફવાઓએ વધુ જોર પકડ્યું હતું. ટોક શોમાં જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે નહીં? જવાબમાં ક્રિકેટરે કહ્યું- MAY BE

આ પણ વાંચો: TMKOC ની દયાબેન છે કરોડોની માલકિન! 5 વર્ષથી ટીવીથી દૂર પણ કમાણીમાં નથી થયો ઘટાડો
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: 
શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ

સારા સાથેના ફોટા થયા હતા વાયરલ 
શુભમનના આ નિવેદન વચ્ચે સારા અલી ખાન સાથે ક્રિકેટરની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં ક્યારેક આ બંને સ્ટાર્સ દુબઈ 2022માં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા તો ક્યારેક જયપુર એરપોર્ટ પર બંને સાથે જોવા મળ્યા હતા.

સારા તેંડુલકર સાથે પણ નામ જોડાયેલું
સારા અલી ખાન સાથે શુભમન ગિલના અફેરના અહેવાલો આવ્યા હતા, ત્યારે તેનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડવામાં આવ્યું હતું. જોકે, સારા તેંડુલકર અને શુભમનના અફેર વિશે કંઈપણ કન્ફર્મ કરવામાં આવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news