દક્ષિણ ગુજરાતમાં દીપડાની ઘટતી સંખ્યા વિશે વનવિભાગે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં સિંહોનું ગૌરવ લેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સિંહો કરતા પણ વધુ વસ્તી દીપડાઓની છે. પરંતુ દીપડાઓની સંખ્યા ઘટી રહી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની ઘટેલી સંખ્યા અંગે મોટુ પગલુ લેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં માઈક્રોચીપ ઈન્જેકટ કરવામાં આવશે. જેનાથી દીપડાઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  
દક્ષિણ ગુજરાતમાં દીપડાની ઘટતી સંખ્યા વિશે વનવિભાગે લીધો મોટો નિર્ણય

કિરણસિંહ ગોહિલ/સુરત :ગુજરાતમાં સિંહોનું ગૌરવ લેવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં સિંહો કરતા પણ વધુ વસ્તી દીપડાઓની છે. પરંતુ દીપડાઓની સંખ્યા ઘટી રહી હોવાનો અહેવાલ સામે આવ્યો છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની ઘટેલી સંખ્યા અંગે મોટુ પગલુ લેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓમાં માઈક્રોચીપ ઈન્જેકટ કરવામાં આવશે. જેનાથી દીપડાઓની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  

ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શું ન ખરીદવું!!!

દક્ષિણ ગુજરાતમાં 200 દીપડા બચ્યા
દક્ષિણ ગુજરાતમાં માંડ 200 દીપડા બચ્યા છે. દીપડાઓની ઘટી રહેલી સંખ્યાને લીધે સરકાર ચિંતિત છે. દીપડાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા દીપડાના શરીરમાં લાઈફ ટાઈમ રહે એવી ચિપ ઇન્જેક્ટ કરવામાં આવશે. સુરતના માંડવી, મહુવા અને માંગરોળ તાલુકામાં સૌથી વધુ દીપડા જોવા મળે છે. માનવભક્ષી દીપડાઓની શોધી કાઢવામાં પણ આ ચિપ મદદરૂપ બનશે. દીપડાઓ શિકાર અને અકુદરતી મોત મામલે પણ વનવિભાગ ચિપ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. 

ચિપ દ્વારા દીપડાની ગતિવિધિ સ્કેન કરી શકાશે
દીપડાનુ રક્ષણ કરવામાં વન વિભાગ દ્વારા જે પગલા લેવામાં આવ્યુ છે, જેનાથી દીપડાનું સંરક્ષણ થઈ શકશે. આ ચિપ દ્વારા દીપડાઓની ગતિવિધિ પર તો નજર રાખી શકાશે, પરંતુ તેમના કદ, વજન તથા હેલ્થ અંગે પણ સતત મોનટરિંગ કરાશે. દીપડાના શરીરમાં 12 એમએમની રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ડિવાઈસ લગાવવામાં આવશે. આ ચિપ લગાવીને દીપડાને જંગલમાં છોડી દેવાશે. જેના બાદ બારકોડ સ્કેનિંગના આધારે દીપડો જંગલમાં કયા વિસ્તારમાં ફરે છે અને તેના ઉમર વિશે પણ જાણકારી મેળવી શકાશે. 

બે દિપડાને ચિપ લગાવાઈ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓનો કહેર વધી રહ્યો છે. અહી અવારનવાર દીપડાઓ દ્વારા લોકો પર અને પાળતુ પ્રાણીઓ પર હુમલો કરાય છે. તેમ છતાં દીપડાઓની વસ્તી ઘટી રહી છે. હાલ બે દીપડામાં માઈક્રોચીપ લગાવાઈ ગઈ હોવાનુ વનવિભાગ દ્વારા જાણવા મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news