પ્રિયંકા ગાંધીએ આખી રાત ધરણા ધર્યા, કહ્યું- 'પીડિત પરિવારોને મળ્યા વગર જઈશ નહીં'

સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં અને ત્યારબાદ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસ લઈ જવાયા.

પ્રિયંકા ગાંધીએ આખી રાત ધરણા ધર્યા, કહ્યું- 'પીડિત પરિવારોને મળ્યા વગર જઈશ નહીં'

મિર્ઝાપુર: સોનભદ્ર નરસંહાર હવે ધીરે ધીરે રાજકીય રંગ પકડી રહ્યો છે. શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે સોનભદ્ર જઈ રહ્યાં હતાં ત્યારે તેમને નાયરણપુરમાં રોકવામાં આવ્યાં અને ત્યારબાદ મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસ લઈ જવાયા. અહીં તેઓ ગઈ  કાલ બપોરથી ધરણા પર બેઠા છે. મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી આખી રાત પોતાના કાર્યકરો સાથે ધરણા પર બેસી રહ્યાં. મામલાએ તૂલ પકડતા હડબડીમાં સોનભદ્રના ડીએમએ ઉભ્ભા ગામ અને આસપાસના વિસ્તારોમાં આગામી બે મહિના સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. પ્રિયંકા ગાંધી વારંવાર એક જ વાત કહે છે કે તેઓ પીડિત પરિવારોને મળ્યા વગર જશે નહીં. 

ગેસ્ટ હાઉસમાં સર્જાયો હતો અંધારપટ
મોડી  રાતે ગેસ્ટહાઉસમાં વીજળી જતી રહી હતી અને કોંગ્રેસના કાર્યકરો આ માટે પ્રશાસનને જવાબદાર ઠેરવી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે પ્રશાસન પ્રિયંકા ગાંધી અને અન્ય કાર્યકરોને પરેશાન કરવા માંગે છે. જેથી કરીને અમે લોકો અહીંથી જતા રહીએ. પરંતુ અમે મીણબત્તીઓ સાથે અહીં રાત પસાર કરીશું, અમે અમારું વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું. 

ટ્વીટથી પણ સરકાર અને પ્રશાસનને ઘેરી
પ્રિયંકાએ શુક્રવારે મોડી રાતે એક પછી એક એમ 9 ટ્વીટ કરી અને પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે હું એક સ્પષ્ટ કહું છું કે હું કોઈ કલમનો ભંગ કરવા માટે નહીં પરંતુ પીડિતોને મળવા આવી હતી. સરકારના દૂતોને કહ્યું છે કે તેમને મળ્યાં વગર હું અહીંથી પાછી નહીં જઉ. એક અન્ય ટ્વીટમાં કહ્યું કે 'મારા વકીલોના કહેવા મુજબ મારી ધરપકડ દરેક રીતે ગેરકાયદે છે. મને તેમણે સરકારનો સંદેશ આપ્યો છે કે હું પીડિત પરિજનોને નથી મળી શકતી.'

જુઓ LIVE TV

સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો નખાઈ ગયો હતો'
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી. 

બે સભ્યની ટીમને સોંપ્યો રિપોર્ટ
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાની કાર્યવાહીના તરત આદેશ આપી દેવાયા છે અને બે સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે. જેમણે ઘટનાના 24 કલાકની અંદર રિપોર્ટ સોંપ્યો છે. 

ઘટનાનો પાયો 1955માં જ પડી ગયો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો જ્યારે તત્કાલિન તહસીલદારે આદર્શ સહકારી સમિતિના નામ પર ગ્રામ સમાજની જમીન નોંધણી કરાવવાનું ગેરકાયદે કામ કર્યું હતું. 

પીડિત પક્ષ જમીન પર ખેતી કરી રહ્યો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીડિત પક્ષ આ જમીન પર ખેતી કરી રહ્યો હતો અને આરોપી પ્રધાનને કેટલાક પૈસા પણ આપતો હતો. પરંતુ આ મામલે પ્રધાન દ્વારા વાદ દાખલ કરાયા  બાદ પીડિત પરિવારે પૈસા આપવાનું બંધ કર્યું હતું. તેમણ જણાવ્યું કે આ મામલે કુલ 29 લોકોની ધરપકડ થઈ છે જેમાં એક આરોપી ગ્રામ પ્રધાન પણ છે. 

અધિકારીઓએ બેદરકારી વર્તી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વીકાર્યું કે આ સમગ્ર મામલે અધિકારીઓએ ખુબ બેદરકારી વર્તી. તેમણે  કહ્યું કે વારાણસી ઝોન એડીજી સમગ્ર પ્રકરણની તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ સોંપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news