ગુજરાતમાં શું હજું વરસાદ કાળો કેર વરતાવશે? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Update : હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં શું હજું વરસાદ કાળો કેર વરતાવશે? જાણો હવામાન વિભાગની આગાહી

બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 41.63 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. અગામી 2 દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ફરી એકવાર વધ્યું છે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખુબ જ પાણીદાર રહ્યું છે. ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં લગભગ 98 ટકા વરસાદ તો પડી ગયો છે. ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ પડશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા સહીત રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામી ગયો હતો. જોકે વડોદરામાં વાદળો વચ્ચે હળવા વરસાદી ઝાપટાઓ પડ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા ફરી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થશે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાશે. 

રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આવતીકાલે તા. 24 ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.     

આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ ઉપરાંત NDRF, SDRF, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, SSNNL, GMB, GSDMA  સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અઘિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news