મોસમે બદલ્યો મિજાજ: ધુમ્મસ કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી

સૌરાષ્ટ્રના કેશોદ અને નલિયામાં ઠંડીનો પારો 6.4 ડિગ્રી પર પહોંચી ગયો છે. રાજકોટમાં 9 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

મોસમે બદલ્યો મિજાજ: ધુમ્મસ કડકડતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ: વાદળો વિખેરાતા અને ઉત્તર પૂર્વી હવાઓના લીધે ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં 2.3 ડિગ્રી પારો ગગડ્યો છે. આગામી 4 દિવસ સુધી ઠંડી વધશે. આ દરમિયાન ન્યૂનતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. સૌરાષ્ટ્રમાં કોલ્ડવેડની આગાહી છે.

અમદાવાદ અને કચ્છમાં ઠંડીના કારણે વાતારવરણમાં ભારે ધુમ્મસ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનોની લાઇટો ચાલુ રાખવાનો વારો આવ્યો છે. 

એવામાં આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં શીતલહેર જોવા મળશે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 

ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર સોનગઢ, વ્યારા, મેઘરજ, પિસાલ, ઇપલોડા, રેલાવાડામાં હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઇ છે.


સૌરાષ્ટ્રના કેશોદમાં  6.4 અને નલિયામાં ઠંડીનો પારો 6.7 ડિગ્રી પર પહોંચી ગયો છે. અમદાવાદમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 16.5 ડિગ્રી લઘુ.તાપમાન,  સુરતમાં 16.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ પોરબંદરમાં 8.6 ડિગ્રી, જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 10 જાન્યુઆરીના ફરી વાતાવરણમાં પલટો આવશે. 11 ,12 અને 13 જાન્યુઆરીના પણ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શકયતા છે. તો 14 જાન્યુઆરી ઠંડીનું જોર વધશે અને 17 થી 20 જાન્યુઆરીના ઉત્તરી પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થશે.

અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું 
સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું છે. વાદળછાયા વાતાવરણને લઈને ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. હિંમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાઈ ગયું છે. વાદળછાયા વાતાવરણને લઈને જિલ્લાના ખેડૂતો ચિંતિત થયા છે. તો અરવલ્લી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયું છે. આ વાતાવરણને કારણે જિલ્લાના 1.25 લાખ હેક્ટર પાક પર ખતરાની શક્યતા છે. તો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં મોડી રાતથી પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. 

માવઠાની આગાહી 
રાજ્યમાં વર્ષની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરાઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ, એર ડ્રાફ્ટ અને એક સાઈક્લોનિક સરક્યુલેશનના પગલે વાતાવરણમાં પલટો આવશે.  દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલમાં 3 અને 4 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં પલટો આવશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. કારણ કે, માવઠાથી પાકને ભારે નુકસાન થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news