આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?
સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઈ હતી. આગામી 24 કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Rains: નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્રણ ઓક્ટોબર નવરાત્રિના પ્રથમ દિવસથી 5 ઓક્ટોબર સુધી હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. ગરબાના રસિયાઓને રાહત મળે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઈ હતી. આગામી 24 કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ આગામી 2 દિવસ બાદ રાજ્યમાં ચોમાસાની ગતિવિધિમાં ઘટાડો થશે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. પરંતુ રાહતની વાત એ છે કે આગામી 24 કલાક દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ચોમાસાના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે અને મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે આજે પંચમહાલ, દાહોદ, સુરત અને નવસારી સહિતના જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું.
આજે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાત રિજયનમાં 28% વધુ વરસાદ થયો છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 72% વધુ વરસાદ થયો છે અને અમદાવાદમાં 19% વધુ વરસાદ વરસ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે