રાજકોટમાં 18 જ્વેલર્સ પર ITનું મેગા સર્ચ ઓપરેશન : માલિકોમાં ફફડાટ, જાણો કોની કોની ત્યા પડ્યા દરોડા

IT search operation : રાજકોટના બે જાણીતા જ્વેલર્સ ગ્રુપ પર આવકવેરા વિભાગના મેગા દરોડા...રાધિકા અને શિલ્પા જ્વેલર્સના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન..તપાસમાં મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના..

રાજકોટમાં 18 જ્વેલર્સ પર ITનું મેગા સર્ચ ઓપરેશન : માલિકોમાં ફફડાટ, જાણો કોની કોની ત્યા પડ્યા દરોડા

Rajkot News : રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન હાથ ધરાયું છે. રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશનની કામગીરી કરાઈ છે. રાજકોટના મસમોટા બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે ચઢ્યા છે. જેમાં જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેથી અન્ય સોની વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 

જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં ઉતરી તવાઈ આવી છે. આશરે દોઢ ડઝનથી પણવધુ સ્થળોએ આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારે સાત વાગ્યે અલગ અલગ ટુકડીઓ રાજકોટના ટોચના જ્વેલર્સ પર ત્રાટકી હતી. રાજકોટમાં બંને જ્વેલર્સના પેલેસ રોડ- સોની બજારમાં આવેલા શોરૂમ અને અક્ષર માર્ગ -અમીન માર્ગ ઉપર આવેલા શોરૂમ ઉપર પણ તપાસ ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે b-3 ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ ચાલુ છે. તેમજ પાંચમા મળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી પહોંચ્યું છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે  રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ થઈ રહી છે. 

રાધિકા જ્વેલર્સ વાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પડ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ એક ઇન્કવાયરી ચાલી રહી છે. રાધિકા જ્વેલર્સના કલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાની બાતમી મળી છે. આ માગે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news