આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં ગુજરાતની દિકરી કરશે ભારતનું પ્રતિનિધિત્વ
આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના 48 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે, કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે
Trending Photos
કૌશલ જોશી, ગીર સોમનાથ: આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા 7 મી ઈન્ટરનેશનલ તુર્કીસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં રમતી જોવા મળશે.
આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના 48 દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે તેમાં ગુજરાતની એકમાત્ર મનીષા વાળા છે, ભારે સંઘર્ષ બાદ આગળ આવેલી મનીષા કહે છે કે, કોઇપણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે. તેમ આજે મારુ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. પણ હજુ ઘણી જ સફર ખેડવાની બાકી છે
મનીષાએ કહ્યું કે, આ ટુર્નામેન્ટમાં મારુ શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમામ પ્રયાસો કરીશ. તેમજ મને જે આ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે તેનો પૂરતો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. કિક બોક્સિંગમાં હું ગુજરાતની પ્રથમ ફિમેલ ખેલાડી છું કે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર છું, આ ગૌરવનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મનીષા વધુમાં કહે છે કે, મારા પિતા જગદીશભાઈએ આર્થિક સંઘર્ષ વચ્ચે પણ મને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરી છે. મનીષા સ્વીકારે છે કે, માતા પ્રાચીબેન અને પિતા જગદીશભાઈ સપોર્ટ વગર સ્પોર્ટ્સમાં આગળ ન વધી શકી હોત. ખરેખર તો તેમની મહેનત જ મારા માટે એક પ્રેરણા છે. મારા એક ખેલાડી તરીકેના ઘડતરમાં મારા કોચ સિદ્ધાર્થ ભલેગરેની એટલી જ મહત્વની ભૂમિકા રહી છે.
તુર્કીના ઇસ્તાનબુલ શહેરમાં તા.12 મી મેથી 15 મી મે સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં મનીષા- 60 વેઈટ કેટેગરીમાં પોઈન્ટ ફાઈટ ફોમમાં રમશે. કિક બોક્સીંગે લાત અને પંચિગ આપ આધારિત સ્ટેન્ડઅપ કોમ્બેટ સ્પોર્ટસનું એક જૂથ છે. જે ઐતિહાસિક રીતે બોક્સિંગ સાથે મિશ્રિત કરાટેમાંથી વિકસાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે