'મારા ઘરે કઈ ન મળ્યું તો બેંકના લોકરમાં ગયા, જ્યાં મારા છોકરાનો રમવાનો ઘૂઘરો નીકળ્યો: મનિષ સિસોદિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે તમામ પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચારને શરૂ કરી દીધું છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા અનેક ઉમેદવારો પણ ઘોષિત કરાયા છે.

'મારા ઘરે કઈ ન મળ્યું તો બેંકના લોકરમાં ગયા, જ્યાં મારા છોકરાનો રમવાનો ઘૂઘરો નીકળ્યો: મનિષ સિસોદિયા

અલકેશ રાવ/બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ-ભાજપ અને આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે આજે દિયોદર વિધાનસભાના ગોઢા ગામે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ જાહેર સભાને સંબોધન કરીને ભાજપ-કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરીને આમ આદમી તરફી મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે ત્યારે તમામ પક્ષોએ પોતાના ચૂંટણી પ્રચારને શરૂ કરી દીધું છે તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા અનેક ઉમેદવારો પણ ઘોષિત કરાયા છે અને તે તમામ ઉમેદવારોએ પોતાની વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કરી સભાઓ કરવાનું શરૂ કર્યું છે જેમાં દિયોદર વિધાનસભાના આપના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીના પ્રચાર માટે આજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા તેમજ આપના ગુજરાતના નેતા ઇસુદાન ગઢવી દિયોદર વિધાનસભાના ગોઢા ગામે પહોંચીને જાહેરસભાને સંબોધી હતી.

મનીષ સીસોદીયાએ ભાજપ અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જ્યાં તેમને મહેસાણાના એક ભાજપના નેતા પાસે પહેલા 4 વિઘા જમીન હોવાના અને હાલ તે એક હજાર વિઘા જમીનના માલિક હોવાનું કહી તેમના ઉપર આકરા પ્રહારો કર્યા હતા તો બીજી બાજુ તેમને CBIની રેડને લઈને કહ્યું કે મારા ઘરે કઈ ન મળ્યું તો બેંકના લોકરમાં ગયા તો ત્યાં મારા છોકરાનો રમવાનો ઘૂઘરો નીકળ્યો..

મનીષ સીસોદીયાએ જનતાને સંબોધન કરતા કહ્યું કે અમારી સરકાર ગુજરાતમાં બનશે તો પાણીની સમસ્યા હલ કરીશું. ખેડૂતના ખેતરો સુધી પાણી પહોંચાડી છું, સુજલામ સુફલામ કેનાલમાં 24 કલાક પાણી આપીશું. મીટરો દૂર કરીશું સહિત અનેક ગેરંટીઓ લોકોને આપી હતી અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પોતાના અનેક ઉમેદવારો ઘોષિત કર્યા છે ત્યારથી તેવો પાસે કોઈ મુદા નથી અને આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમત થી ગુજરાતમાં સરકાર બનાવશે.

ડીસામાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો રોડ-શો
બનાસકાંઠાના ડીસામાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપ નેતા ઇસુદાન ગઢવી અને ડીસાના આપના ઉમેદવાર ડો રમેશ પટેલ સાથે રોડશો કરી ભાજપ ઉપર આકરા પ્રહારો કરી આમ આદમી પાર્ટીને વોટ આપી ચૂંટણી જીતાડવા અપીલ કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા સભાઓ અને રોડશો કરી રહ્યા છે ત્યારે આજે ડીસાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો રમેશ પટેલના પ્રચારના ભાગરૂપે ડીસાના ફુવારા સર્કલથી ગાંધી ચોક સુધી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ રોડશો યોજ્યો હતો. જેમાં ગુજરાત આપના નેતા ઇસુદાન ગઢવી, ડીસાના આપના ઉમેદવાર રમેશ પટેલ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મનીષ સીસોદીયાએ જનતાને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને વોટ આપવાનું કહ્યું હતું તો સાથે સાથે વેપારીઓ અને ભાજપના સપોર્ટરોને પણ કહ્યું હતું કે, તમે પણ આપ પાર્ટીને મત આપજો કારણ કે વીજળી તો તમારે પણ મફતમાં જોઈએ છે તમારે પણ ઉત્તમ સારવાર કરાવવાની છે સારા શિક્ષણ અને સુવિધા માટે આમ આદમી પાર્ટીને વોટ આપજો તો ઇસુદાન ગઢવીએ પણ આપની ગુજરાતમાં લહેર હોવાનું કહીને દિલ્હીની જેમ તમામ સેવાઓ ગુજરાતમાં આમ આદમીની સરકાર બને તો ઉપલબ્ધ કરવાની ગેરંટી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news