Mangrol Gujarat Chutani Result 2022 સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય, કોંગ્રેસની કારમી હાર
Mangrol Gujarat Chutani Result 2022: માંગરોળની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ. ભગવાનજી કરગટીયાએ કોંગ્રેસના બાબુભાઈ વાજાને 22501 મતથી હરાવી દીધા. માંગરોળ 89 બેઠકમાં કોળી સમાજની વસ્તી 40% અને મુસ્લિમ સમાજની વસ્તી 35% છે. આ જ કારણ છે કે આ બેઠક પર કોળી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે
Trending Photos
Mangrol Gujarat Chutani Result 2022: માંગરોળની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ. ભગવાનજી કરગટીયાએ કોંગ્રેસના બાબુભાઈ વાજાને 22501 મતથી હરાવી દીધા. માંગરોળ 89 બેઠકમાં કોળી સમાજની વસ્તી 40% અને મુસ્લિમ સમાજની વસ્તી 35% છે. આ જ કારણ છે કે આ બેઠક પર કોળી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. SC અને ST સમુદાયોની વસ્તી અહીં કુલ વસ્તીના 9 ટકાથી વધુ છે.
માંગરોળ વિધાનસભા બેઠકઃ
આ બેઠક પર 1962થી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 2012 સુધી જાતિ અને સમાજ આધારિત ઉમેદવારો ચૂંટણી જીત્યા નથી. જોકે, 2012 પછી આ બેઠકનું રાજકારણ બદલાયું અને અહીં જ્ઞાતિ આધારિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ગત ચૂંટણીમાં ભાજપે આ બેઠક પરથી ભગવાનજી કરગઠિયાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ બાબુ વાજાને ઉમેદવાર બનાવ્યા હતા. 2014 ની પેટા ચૂંટણી અને 2017 બંને ચૂંટણીમાં કોંગ્રેસના બાબુ વાજાનો વિજય થયો હતો અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે 2012માં માંગરોળ બેઠક પર ભાજપમાંથી ચૂંટાયેલા રાજેશ ચુડાસમા સાંસદ બનતાં માંગરોળ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
સુરતની માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવાર કરગટિયા ભગવાનજી લાખાભાઈનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઉમેદવારને 22501 વોટથી જીત્યા છે. તેમની સામે કોંગ્રેસની કારમી હાર થઈ છે.
2022ની ચૂંટણી:-
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ભગવાનજી કરગટીયા
કોંગ્રેસ બાબુભાઈ વાજા
આપ પીયૂષ પરમાર
2017ની ચૂંટણીઃ
આ બેઠક પરથી કોંગ્રેસના નેતા બાબુભાઈ કાળુભાઈ વાજા ધારાસભ્ય છે. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠિયાને હરાવ્યા હતા.
2012ની ચૂંટણી:
2012માં ભાજપની ટિકિટ પર તારાચંદ છેડા આ બેઠક પરથી ચૂંટાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે