Kalavad Gujarat Chutani Result 2022: જામનગરની કાલાવડ બેઠક ભાજપે જીતી લીધી, જાણો આંકડાકીય વિગતો

Kalavad Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Kalavad Gujarat Chutani Result 2022: જામનગરની કાલાવડ બેઠક ભાજપે જીતી લીધી, જાણો આંકડાકીય વિગતો

કાલાવડઃ Kalavad Gujarat Chunav Result 2022: કાલાવડ બેઠક પર ભાજપના અમરભાઈ મેઘજીભાઈ ચાવડાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.જીજ્ઞેશ સોલંકીને 15850 મતોની લીડથી હરાવ્યા.કાલાવડ વિધાનસભા બેઠક (જામનગર) દેવ મંદિરોના કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જાથી સંચાલિત ચિકિત્સા દેશભરના લોકો માટે આકર્ષણ હતું. કાલાવડ બેઠક પર પાટીદાર તેમજ SC અને ST મતદારોનો દબજબો છે. આ બેઠક પર પૂરુષ મતદારો 1,20,340 જ્યારે મહિલા મતદારો 1,13,071 છે. આ બેઠક પર કુલ 2,33,413 મતદારો છે. 

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે મેઘજી ચાવડા ટિકિટ આપી. જ્યારે કૉંગ્રેસે પ્રવીણ મૂછડિયાને ટિકિટ આપ. તો આમ આદમી પાર્ટીએ ડૉ. જિજ્ઞેશ સોલંકીને મેદાને ઉતાર્યા હતા. 

ઈતિહાસ
કાલાવડ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત રાખવામાંઆવી છે. આ બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ એટલે કે, 35 વર્ષ સુધી ભાજપનો દબદબો રહ્યો. પરંતુ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપની હાર થઈ અને કૉંગ્રેસની જીત થઈ.

2017ની ચૂંટણી
કાલાવડ બેઠકના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મુછડિયાને 78,085 મત મળ્યા હતા જ્યારે ભાજપથી મૂળજી ધૈયાડાને 45,134 મત મળ્યા હતા. મૂળજી ધૈયાડા 2017માં 32,951 મતથી હાર્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મેઘજી ચાવડાને 49,027 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના દિનેશ પરમારને 42,908 મત મળ્યા હતા.  દિેનેશ પરમાર 6,119 મતથી હાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news